તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનાલીના સરપંચનું ગૌચરનું દબાણ નહીં હટાવતાં જોટાણા તા.પં. પાસે ભૂખ હડતાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોટાણા તાલુકાના ધનાલી ગામના સરપંચ દ્વારા ગૌચરમાં કરેલા દબાણ મામલે દસેક માસથી કાર્યવાહી નહીં થતાં આખરે અરજદારે જાન્યુઆરી માસમાં ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. જે અંગે સોમવારે અરજદારે જોટાણા તાલુકા પંચાયતની બહાર ભૂખ હડતાળ શરૂ કરી હતી. જેને પગલે ટીડીઓ સહિતના સ્ટાફે અરજદારને કાર્યવાહી કરવાની બાંહેધરી આપતાં દોઢ કલાકમાં જ હડતાળ સમેટાઇ હતી.

ધનાલીના ભીખાભાઇ બી.પટેલ દ્વારા ગત 16 એપ્રિલ 2018ના રોજ સરપંચ ફકીર દાઉદશા મહેબુબશા દ્વારા ગામની ગૌચર જમીનમાં દબાણ કરાયું હોવાની રજૂઆત જિલ્લા કક્ષા સુધી કરી હતી. રજૂઆતના દસેક માસમાં સરપંચ વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહીં થતાં અરજદારે 29 જાન્યુઆરીએ કલેક્ટર અને ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી 24 ફેબ્રુઆરી સુધીમાં કાર્યવાહી નહીં થાય તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે ભીખાભાઇ સોમવારે જોટાણા તા. પં. બહાર ભૂખ હડતાળ પર બેસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો