તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા શહેરી મામલતદાર કચેરીના મહેકમ મંજૂર થયાના દોઢ મહિના પછી પણ ઠેકાણાં નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાં અ વર્ગની 18 નગરપાલિકા વિસ્તારમાં મામલતદાર કચેરીનું વિભાજન કરીને શહેરી નવી મામલતદાર કચેરી કાર્યાન્વિત કરવા માટે મહેસુલ વિભાગ દ્વારા મામલતદાર સહિત કર્મચારીઓના મહેકમને વહીવટી મંજૂરી અપાઇ છે. જેમાં મહેસાણા શહેરી નવી મામલતદાર કચેરી માટે અધિકારી સહિત સાત કર્મચારીનું મહેકમ મંજૂર કર્યાને દોઢ મહિના પછી પણ હજુ ભરતી કરીને નવી કચેરી કાર્યાન્વિત કરાઇ નથી. 95 ગામ અને શહેર મળી 5.28 લાખ વસતી વચ્ચે એક મામલતદાર કચેરીમાં કાર્યભારણથી અરજદારોના કામો પર પણ અસર થાય છે. ત્યારે સત્વરે મંજૂર મહેકમ પ્રમાણે શહેરી મામ. કચેરી માટે ભરતી કરી શરૂ કરવા માંગ ઉઠી છે.

હાલ મહેસાણા તાલુકામાં 90 ગામડાની 3.28 લાખ વસતી અને મહેસાણા શહેરની બે લાખ વસ્તી મળીને 5.28 લાખ જેટલી વચ્ચેમાં એક જ મામલતદાર કચેરી હોઇ રોજ રોજ આવક,જાતી દાખલા, ખેડૂતોના ઉતારા,જમીનના કેશો, રેશનકાર્ડમાં પુરવઠા માટે એનએફએસએના લાભ માટે અરજદારોનો ભારે ધસારો રહેતો હોય છે.જેમાં દસ્તાવેજોની ચકાસણી કરીને સહીઓથી નિકાલ કરવામાં ઘણી વખત મોડી રાત સુધી અધિકારી કામકાજમાં રહેતા હોય છે. અઠવાડીયામાં દિવસ દરમ્યાન સંમયાતરે મીટીગો, તપાસો, સરકારી કાર્યક્રમોની ભરમાર રહેતી હોય છે,એવામાં કચેરીએ અરજદારોના પ્રશ્નો, રજુઆતો,યોજનાકીય લાભાર્થી કેશોની ચકાસણી કરીને નિર્ણયો થવામાં દિવસો લાગતા ઘણા અરજદારો કચેરીના ચક્કર લગાવતા હોય છે. ત્યારે વધતી વસ્તીના કારણે તાલુકા કચેરીનું વિભાજન કરીને શહેરી મામલતદાર કચેરીની તાતી જરૂરિયાત જણાઇ રહ્યાનું કચેરીના જ સુત્રો જણાવી રહ્યા છે.

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 9 જાન્યુઆરીએ મહેસાણાની પાલિકા વિસ્તારમાં નવી મામલતદાર કચેરી માટે મહેકમ મંજૂર કરાયુ છે. જેમાં મામલતદાર, બે નાયબ મામલતદાર, એક સર્કલ ઓફિસર અને ત્રણ ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે સરકાર દ્વારા હજુ નવી કચેરીનું મંજૂર મહેકમમાં ભરતી કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો