તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નરનારાયણ સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાકોત્સવ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા : મહેસાણામાં નરનારાયણ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય દિવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. જેમાં મહેસાણા મંદિરના મહંત સ્વામી નારાયણપ્રસાદ દાસજીએ સુંદર આયોજન કર્યું હતું. આ પ્રસંગે જેતલપુરધામ ના પી. પી. સ્વામી આ સુંદર સત્સંગ સભાનો લાભ આપ્યો હતો. આ ઉપરાંત બિલિયા, વડનગર,લાલોડા, જેતલપુર, મકનસર વગેરે ધામોથી સંતો પધાર્યા હતા. તથા સકોત્સવમાં 1000 કિલો બાજરી, 550 કિલો રવૈયારીંગણ, 100 કિલો ગાજરનું અથાણું ,75 કિલો આથેલા મરચા, 200 કિલો મોરછાપ ગોળ, 135 કિલો શુદ્ધ ઘી, 800 લીટર છાસ વગેરે સામગ્રીનો ઉપયોગ થયો હતો. આ પ્રસંગે મહેસાણા, કરશનપુરા, મોટપ, ખેરવા, ઊંઝા, મરતોલી, કાનપુરા, તેજપુરા, કલ્યાણપુરા, સોલેયા, વિસનગર, કટોસણ, મેઉ, ચાણસ્મા, વાનોદ, ધમનવા, ધીનોજ, મુદરડા વગેરે ગામોના હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો