તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાની પ્રાથ. શાળાઓના 175 છાત્રો સ્કોલરશીપ પરીક્ષામાં પાસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2019- 20 દરમ્યાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરસીપ(એનએમએમએસ) પરીક્ષામાં જિલ્લામાંથી 175 વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવીને સફળતા હાંસલ કરી છે.જેમાં મહેસાણા શહેર પ્રાથમિક શાળા- 3ના 14 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સફળ થયા છે અને તે પૈકી બે વિદ્યાર્થી નેશનલ મેરીટમાં ઝળક્યા છે. વિજાપુરના જેપૂર પગાર કેન્દ્ર શાળાના 17 વિદ્યાર્થીઓ સફળ થયાનું જિ. પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેને જણાવ્યુ હતું.

NMMS પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓ

બેચરાજી - 2, જોટાણા - 2

કડી - 8, ખેરાલુ - 17

મહેસાણા - 24,ઊંઝા - 23

વડનગર - 9, વિજાપુર - 77

વિસનગર - 13, કુલ - 175
અન્ય સમાચારો પણ છે...