તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજાપુર યાર્ડમાં તમાકુના તોલમાં વધુ રજ કાપવા અંગે નારાજગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં જ્યારથી તમાકુની ખરીદી શરૂ થઇ છે ત્યારથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તમાકુના તોલમાં વધુ રજ કપાતી હોવાની રાવને લઇ ખેડૂતોએ એપીએમસીમાં રજૂઆત પણ કરી છે. તેમ છતાં યોગ્ય વ્યવસ્થા નહીં થતાં ખેડૂતો વિજાપુર માર્કેટને બદલે હવે ઊંઝાના ઉનાવા માર્કેટ તરફ વળ્યા છે.

વધુ પડતી રજ કપાતાં ખેડૂતોની તમાકુનું વજન ઘટી રહ્યું છે અને તેમને યોગ્ય ભાવ મળતો નથી. આ પ્રક્રિયાથી તમાકુના યોગ્ય ભાવ ન મળતાં નારાજ ખેડૂતોએ યાર્ડને પણ જાણ કરી જૂની પદ્ધતિથી તમાકુ ખરીદવાની માંગ કરી હતી. તેમ છતાં ખરીદી પ્રક્રિયામાં કોઇ ફેરફાર ન થતાં નારાજ ખેડૂતો હવે વિજાપુર માર્કેટયાર્ડને છોડી ઉનાવા માર્કેટ તરફ જઇ રહ્યા હોવાનું વડાસણ ગામના ખેડૂત કિરીટભાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...