તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્તિપીઠ બહુચરાજી ખાતે બહુચર માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓના વાહન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શક્તિપીઠ બહુચરાજી ખાતે બહુચર માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓના વાહન પાર્કિંગની સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની છે. ત્યારે તેના હલ માટે જિલ્લા પંચાયત દ્વારા અહીં મલ્ટીસ્ટોરીડ પાર્કિંગ કોમ્પલેક્ષ ઊભું કરવાનો નિર્ણય કરાયો છે. શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત અંદાજે રૂ.8.50 કરોડના ખર્ચે ત્રણ માળ ઊંચું ભવન તૈયાર કરાશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 25 બસો, પ્રથમ અને બીજા ફ્લોર ઉપર 76 કાર તેમજ 734 બાઇક પાર્કિંગ થઇ શકશે. જ્યારે ત્રીજા માળે ખાણી-પીણીનું બજાર ઊભું કરાશે.

જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણી અને બહુચરાજી મંદિર ટ્રસ્ટનાં વહીવટદાર અને પ્રાંત અધિકારી કેતકીબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ બહુચરાજીની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે મંદિરની નજીક મણિધર વિલેજની આગળ નાળા ઉપર બહુમાળી પાર્કિંગ કોમ્પલેક્ષ બનાવવા માટેની દરખાસ્ત જિલ્લા માર્ગ અને મકાન વિભાગે તૈયાર કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે રાજ્યના અધિક વિકાસ કમિશનરને મોકલી આપી છે. આ વ્યવસ્થાનું સંચાલન અને જાળવણી ગ્રામ પંચાયત કરશેે. અા પ્રકારની પાર્કિંગ વ્યવસ્થા ધરાવતું બહુચરાજી ઉત્તર ગુજરાતનું પ્રથમ ગામ બનશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો