તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામ્ય ગ્રંથપાલના વેતનમાં વધારો કરવા માંગ ઊઠી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં કડીયા કામ, મજૂરી કામ કરતા લોકોને દૈનિક રૂ. 200 થી વધારેનું વેતન ચૂકવવામાં આવે છે.મનરેગામાં કામ કતા મજૂરોને પણ સરકાર દૈનિક રૂ.199 આપે છે.બીજી તરફ ગ્રામ્ય કક્ષાએ વાંચનાલયને હર્યુભર્યુ રાખતા ગ્રંથપાલોને માત્ર દૈનિક રૂ. 17 લેખે મહિને માત્ર રૂ. 500 માનદ વેતન ચૂકવવામાં આવી રહ્યુ હોઇ સત્વરે વેતન વધારો કરવાની માંગ ઉઠી છે.

ગુજરાતમાં 2001માં તત્કાલિન મુખ્યમંત્રી મોદી દ્વારા માસિક રૂ. 500ના વેતનદરે ગ્રંથપાલમાં ગ્રંથપાલોની નિમણૂંક કરાઇ હતી.પ્રથમ તબક્કામાં 131 કેન્દ્રો સાથે અભિયાન શરૂ કરાયુ હતું.જેમાં ફરજ બજાવતા ગ્રંથપાલોને માસિક રૂ. 300 માનદ વેતન આપવામાં આવતુ હતું ત્યારપછી વર્ષ 2004માં રજુઆતો કર્યા બાદ વેતનમાં રૂ. 200નો વધારો કરીને રૂ. 500 કરાયુ હતું.ત્યારપછી વેતનમાં વધારો ન થતાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે.આ અંગે રાવોલ ગ્રુપ ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ નર્મદભાઇ ત્રિવેદીએ કહ્યુ કે, 15 વર્ષથી અંતરિયાળ ગામોમાં સરકાર દ્વારા યુવક સેવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગુજરાત રાજ્ય સંચાલિત ગ્રામ્ય ગ્રંથાલયમાં ફરજ બજાવતા ગ્રંથપાલોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યુ છે.ગ્રંથાલય નિયામકે સરકારમાં વેતન વધારા માટે દરખાસ્ત કરી હતી પરંતુ નાણાંવિભાગ દ્વારા હજુ આ દરખાસ્ત અંગે કોઇ નિર્ણય કરાયો નથી.ગુજરાતમાં 132 ગ્રામ ગ્રંથાલયોમાં ફરજ બજાવતા ગ્રંથપાલોનું કોઇ યુનિયન નથી ત્યારે વર્તમાન મુખ્યમંત્રી દ્વારા ગ્રંથપાલના માનદ વેતનમાં વધારો કરાય તેવી માંગ છે.

મનરેગામાં કામ કરતાં મજૂરોને દૈનિક199 મળે છે

ગ્રામ્ય ગ્રંથપાલોને દૈનિક માત્ર 17 લેખે મહિને 500 મળે છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો