તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીમાંથી બીજા દિવસે પણ મૃત ગીધ મળી આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી એસ.વી. કેમ્પસમાંથી સતત બીજા દિવસે પણ મૃત ગીધ મળી આવતાં જીવદયાપ્રેમીઓમાં કચવાટ ઊભો થયો છે. બે કલાક બાદ વાઈલ્ડ લાઈફ વિભાગના સક્ષમ અધિકારીઓની ગેરહાજરીમાં ગાડીનો ચાલક મૃત ગીધને અમદાવાદ પીએમ માટે લઈ ગયો હતો.

ગુરુવારે મળી આવેલા મૃત ગીધનું પ્રતિબંધિત ડાયક્લોફેનિક દવાના સેવનના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો છે.

કડી વાઈલ્ડ લાઈફ વિભાગની કચેરી ચાર માસથી બંધ હોવા અંગે જીવદયાપ્રેમીઓએ કડી ધારાસભ્ય કરશનભાઇ સોલંકીને રજૂઆત કરતા તેમણે સાણંદ ડીએફઓ પંડિતને કડીની કચેરી કાર્યરત કરી જરૂરી સ્ટાફ હાજર રાખવા સૂચના આપી ખખડાવી નાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...