તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૈદરીચોકથી ફૂવારાના ડિવાઇડરના આડેધડ કામથી નવા રોડને નુકસાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના હૈદરીચોકથી ફુવારા તરફ પાલિકાએ તાજેતરમાં બનાવેલા નવા રોડને નુકસાન કરીને ડિવાઇડર બનાવવાની કામગીરી થતી હોવાનું જણાઇ આવતાં કોર્પોરેટર જયદીપસિંહ ડાભી દ્વારા અટકાવાઇ હતી.

મહેસાણા શહેરના હૈદરીચોકથી ફુવારા તરફ હાલ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા જૂના ડિવાઇડર તોડવાની આડેધડ કામગીરી કરાઇ રહી છે. જેસીબીથી જૂના ડિવાઇડર તોડવામાં રોડને ઘસરકા પડતાં નુકસાન થઇ રહ્યું છે. મજબૂત ડિવાઇડરને જેસીબીથી તોડી સવા કરોડના ખર્ચે નવા નંખાઇ રહ્યા છે. જેમાં તાજેતરમાં રોડ બન્યો છે તેને આ કામગીરીમાં જેસીબીના કારણે નુકસાન થયું છે. રવિવારે આ કામ ચાલતું હતું ત્યારે પાલિકાના જવાબદાર કર્મચારીઓ કે સુપરવિઝન કરતી ભાવિક કન્સલ્ટન્સીની કોઇ જવાબદાર વ્યક્તિ સ્થળ પર હાજર જોવા મળી ન હતી. પાલિકાના નવીન રોડને નુકસાન કરીને ડિવાઇડર બનાવતા હોવાનું જણાઇ આવતાં કોર્પોરેટર જયદીપસિંહ ડાભી દ્વારા કામ અટકાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો