તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માવઠાથી જીરું, વરિયાળી, ઘઉંના પાકને નુકસાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મંગળવારે સાંજના સમયે હવામાનમાં ભારે પલટા બાદ આકાશમાં કાળાદીબાંગ વાદળો છવાઇ ગયા હતા અને જોતજોતામાં ધૂળની આંધી અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મહેસાણા, બહુચરાજી વિસ્તારમાં સાંજના અને રાત્રે 8-45 વાગે પણ અડધો કલાક વરસાદ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને લઇ આ વિસ્તારમાં એકાદ ઇંચ પાણી પડ્યાનું અનુમાન છે. તો બીજી બાજુ વરસાદની સૌથી વધુ અસર ખેતીપાકોને થઇ છે. જીરું, વરિયાળી, ઘઉં, રાયડો અને ઇસબગુલ સહિતના ઊભા પાકનો સોથ વળી ગયો હતો. ઉત્તર ગુજરાતમાં 13 ફેબ્રુઆરી 2007 પછી 12 વર્ષ બાદ સાર્વત્રિક માવઠું થયું છે. મંગળવાર સાંજે 25 થી 30 મિનિટ સુધી કમોસમી વરસાદ સાથે 25થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં સાબરકાંઠામાં સૌથી વધુ મેઘરજમાં 7 અને મોડાસામાં 6 મીમી નોંધાયો છે. રાત્રે જોટાણાના માંકણજ પંથકમાં કરા પડતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ ખાબકતાં પાણી પાણી, વાઢેલા રાયડાના પાથરા બબ્બે ખેતરવા ફંગોળાયા
જિલ્લામાં મસાલા પાકોને સૌથી વધુ નુકસાન થયું
વિજાપુરના વસાઇના ખેડૂત મણીભાઇપટેલ અને નદાસાના રોહિતભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, ભારે પવન સાથે માવઠાંથી જીરંુ, ઘોડાજીરુ, સવા અને ઇસબગુલ જેવા મસાલા પાકો અને રાયડાના પાકને ભારે નુકસાન થયું છે. ઘઉં અને વરિયાળી આડા પડી જવાથી નુકસાન થયું છે.

મહેસાણા ખેતીવાડી વિભાગના અધિકારી વિશાલભાઇ ભટ્ટે જણાવ્યું કે, માવઠાથી જે પાક તૈયાર થઇ ગયો હશે તેના દાણા ખરી જવાનો ભય છે. જીરુના પાકને નુકસાન થઇ શકે છે. વાદળછાયું વાતાવરણ દૂર થશે તો નુકસાન ઓછું થશે.

વરસાદના સરકારી આંકડા | ઉ.ગુ.માં મેઘરજમાં 7 મીમી, મોડાસામાં 6 મીમી, વિસનગર, દિયોદર, કાંકરેજ, ચાણસ્મા, રાધનપુરમાં 3 મીમી, હિંમતનગરમાં 2.5 મીમી, પાટણ, હારિજ, ડીસામાં 2 મીમી, ઇડર, સમી અને શંખેશ્વરમાં 1 મીમી વરસાદ નોંધાયો છે.

ચોમાસુ માહોલ| એક જ વરસાદી ઝાપટામાં ગોપીનાળું ભરાઇ ગયું, તો તેજ પવનોથી ખેતરોમાં ઊભો પાક આડો સૂઇ ગયો
મહેસાણા
મહેસાણામાં ઠેર-ઠેર પાણી ભરાયાં | મહેસાણામાં મંગળવારે સાંજે પડેલા 25 થી 30 મિનિટ વરસાદમાં ગોપીનાળા, હિરાનગર ચોક, અરવિંદ બાગની સામે અને ચામુંડાનગર સોસાયટીમાં પાણી ભરાઇ ગયાં હતાં. જેને લઇ અહીંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડી હતી.

બહુચરાજી
ઊભા પાકનો સોથ વળી ગયો| બહુચરાજી પંથકમાં ધૂળની આંધી અને વાવાઝોડા સાથે અડધો કલાક સુધી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શંખલપુર, સાપાવાડા, ડોડીવાડા, કાલરી સહિતના ગામોમાં ભારે પવનના કારણે ઘઉં, રાયડો, જીરું સહિતના ઊભા પાકને થયું છે. ઘઉં આડા પથરાઇ ગયા હતા.

રાજસ્થાનમાં હવાનું નબળું દબાણ સર્જાતાં માવઠું થયું
રાજસ્થાનમાં વાતાવરણમાં હવાનું નબળુ દબાણ સર્જાતાં ઉત્તર ગુજરાત પરથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. સમુદ્ર કિનારા તરફથી આવતાં ભેજવાળા પવનને કારણે વાદળો બંધાયાં હતાં. જેના કારણે ઉત્તર ગુજરાતના 80 ટકાથી વધુ વિસ્તારમાં ઓછા વત્તા પ્રમાણમાં સાર્વત્રિક માવઠું થયું હતું.

હવે ઠંડીનો ચમકારો વધશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં બુધવાર બપોરથી વાતાવરણ સામાન્ય બનશે. માવઠાના કારણે આગામી ત્રણેક દિવસ સુધી ઉત્તર ગુજરાત ઠંડુગાર બનશે. જોકે, 2 માર્ચના રોજ ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર છુટાછવાયા વાદળાં જોવા મળશે.

મુખ્ય 5 શહેરોનું તાપમાન

શહેર મહત્તમ લઘુત્તમ

મહેસાણા 32.0 17.1

પાટણ 31.9 16.8

ડીસા 29.1 16.2

ઇડર 30.0 18.0

મોડાસા 31.7 17.5

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો