તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખના ત્રાસથી કોંગી કોર્પોરેટરે પક્ષમાંથી રાજીનામું ધર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસના વોર્ડ 10ના કોર્પોરેટર સુનિલ ભીલે લોકસભાની ચૂંટણી ટાંણે જ અચાનક પક્ષમાંથી રાજીનામુ ધરી દેતાં ખળભળાટ મચી ગયો છે. પ્રદેશ પ્રમુખને લખેલા રાજીનામાના પત્રમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટના ત્રાસથી કંટાળીને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરાયો છે.

કોર્પોરેટર સુનિલ પ્રવિણભાઇ ભીલે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને લેખિત કરેલા રાજીનામામાં જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ દ્વારા નગરપાલિકાના સભ્યોમાં વિખવાદ તથા આંતરિક વિવાદ ઉભો કરવામાં આવે છે. પાલિકાના વહીવટમાં પણ પક્ષને નુકસાન થાય તે રીતે ભષ્ટ્રાચાર કરી મનામાની કરી નિયમ વિરુદ્ધના કામ કરાવે છે તેવા આક્ષેપો કરાયા છે. આ અંગે વારંવાર પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવા છતાં પક્ષ તરફથી શહેર પ્રમુખ વિરુદ્ધ કોઇ પગલાં ન ભરાતાં તથા શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટના ત્રાસથી કંટાળીને પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, કોર્પોરેટર તરીકે ચાલુ રહેશે.

હું પાલિકાનો સભ્ય નથી,આક્ષેપ ખોટા : ભટ્ટ
ચૂંટણીના માહોલમાં સુનિલ ભીલે રાજીનામુ આપીને પક્ષની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. તેઓ છેલ્લા બે વર્ષથી પક્ષની કોઇ મિટિંગ કે કાર્યક્રમમાં હાજરી આપી નથી. હું પાલિકાનો સભ્ય જ નથી તો ભ્રષ્ટાચારની બાબત ક્યાંથી આવે. પાલિકાના સભ્યપદેથી રાજીનામુ આપવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...