તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંદન કન્સ્ટ્રકશનના બે ભાગીદારો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામાં માલ ગોડાઉન રોડ પર બનાવેલા માર્કેટમાં રોકાણ કરવાનું કહી મુંબઇના જ્વેલર્સ વેપારી પાસેથી રૂ.2.14 કરોડની માતબર રકમ લીધા બાદ બાનાખત થયેલી મિલકત ખોટા દસ્તાવેજ બનાવી અન્ય 48 શખ્સોને વેચાણ દસ્તાવેજ કરી આપી વિશ્વાતઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ શહેરના વંદન કન્સ્ટ્રકશનના બે ભાગીદારો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતાં ખળભળાટ મચી ગયો છે.

મુંબઇમાં મહેતા એમ્પોરિયલ જવેલર્સના નામે વેપાર કરતા નક્ષત્ર વિમલેશ સાવંતરાજ મહેતાએ મહેસાણાની માલ ગોડાઉન રોડ પર આવેલી સ્વસ્તિક સોસાયટીમાં રહેતા બિલ્ડર પ્રણવ મણિલાલ પટેલ અને અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામે સુરધારા સર્કલ પાસે સુરધારા બંગ્લોઝમાં રહેતા મનુ બબલદાસ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ, નક્ષત્ર મહેતાના પિતા આઠેક વર્ષ અગાઉ મહેસાણાના પ્રણવભાઇ પટેલ સાથે સંપર્કમાં આવ્યા હતા અને તેમણે માલ ગોડાઉન રોડ ઉપર માર્કેટ બનાવીએ છીએ તેમાં રોકાણ કરવાનું કહેતાં તેમણે વંદન કન્સટ્રકશન નામની પેઢીના બીજા માળની 24 હજાર ચોરસ ફૂટ બાંધકામવાળી મિલકત રાખી હતી અને તે પેટે સમયાંતરે કુલ મળીને રૂ.2.14 કરોડ જેટલી રકમ ચૂકવી આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ મિલકત રજિસ્ટર બાનાખત થયા બાદ તેમની સાથે ઠગાઇ કરવાના હેતુથી ખોટા દસ્તાવેજ બનાવી અન્ય 48 જેટલા શખ્સોના નામે વેચાણ દસ્તાવેજ કરી આપી કિમતી જામીનગીરી વીલ કરી આપી હતી. મિલકતનો દસ્તાવેજ કરી આપવા જણાવતાં મારી નાખવાની ધમકી અપાઇ હતી. બાદમાં રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરાવતાં તેમની સાથે વિશ્વાતઘાત તથા છેતરપિંડી થયાનું માલુમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો