કડી તાલુકાના કાસ્વા ગામે સાતેક દિવસ પહેલાં બંધ મકાનમાંથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના કાસ્વા ગામે સાતેક દિવસ પહેલાં બંધ મકાનમાંથી ચોરાયેલી પાણીની મોટર સાથે પોલીસે બે શખ્સોને પકડી લીધા હતા.

કાસ્વા ગામે કનુભાઇ ચતુરભાઇ વણકરે તેમના બંધ ઘરમાંથી પાણીની મોટર ચોરાયાની શનિવારે ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ એસ.બી. ઝાલાને હકીકત મળી કે, સાતેક દિવસ અગાઉ કાસ્વા ગામના બંધ મકાનમાંથી પાણીની મોટર (ફાઇટર મશીન) ચોરી થઇ હતી, જે ગામના જ ઠાકોર વિષ્ણુજી ઉર્ફે ભટુ પુંજાજી તથા પરમાર કાર્તિક શૈલેષભાઇ પાસે છે અને હાલ તેઓ કાસ્વાથી કડી જવાના રસ્તાની બાજુમાં ગોગા મહારાજના મંદિરની પાછળ આવેલી વાડીમાં સંતાડી છે. જે હકીકત આધારે પોલીસે બંને શખ્સોને પકડી પાણીની મોટર (ફાઇટર મશીન) રૂ. 5 હજારના મુદ્દામાલ સાથે કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...