તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આયોજીત કરેલ સ્વચ્છતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આયોજીત કરેલ સ્વચ્છતા સર્વેક્ષણ શોર્ટફિલ્મ સ્પર્ધા પ્રક્રિયામાં કોર્પોરેટરોની સેન્સ ન લેવાયાના કચવાટ પ્રસર્યો છે.આ સ્પર્ધામાં માંડ 17 સ્પર્ધકો જ જોડાયા હોઇ તંદુરસ્ત હરીફાઇ ન થઇ શકતા બે ઉમેદવારને બાદ કરતા તમામ 15 પુરસ્કૃત થયા છે. એમાંયે મહેસાણાને મહાનગરપાલિકા દર્શાવતો વિડીયો તેમજ નિયમ કરવા વધુ સમયની શોર્ટફિલ્મ પણ પુરસ્કૃતમાં સમાવિષ્ટ બની છે.જેમાં પંસદગી પામતી 15 શોર્ટફિલ્મ પાછળ પાલિકા રૂ.બે લાખ પુરસ્કાર ખર્ચ કરશે.

પૂર્વ ઉપપ્રમુખ અને સદસ્ય જયદિપસિંહ ડાભીએ કહ્યુ હતું કે, સ્વચ્છતા સર્વેક્ષણ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં પેનલ પંસદગીમાં સદસ્યોની સેન્સ લેવી જોઇતી હતી,સદસ્યો અહીંયાના સ્થાનિક હોઇ પેનલ માટે સુચન કરી શકે.પસંદગી પ્રક્રિયા માટે સેન્સ ન લેવાતા વિરોધ છે.અમે પ્રમુખ, ચીફ ઓફીસરને રજૂઆત કરીશું.

અન્ય સમાચારો પણ છે...