તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં ચેસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન વિજેતાઓનું ટ્રોફી અને મેડલથી સન્માન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લા ચેસ એસો.દ્વારા યોજાયેલી ઓપન ચેસ ટૂર્નામેન્ટમાં 196 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જ્વલ પટેલ અંડર-9, પ્રિન્સ ગાંધી અંડર-11 તથા વંશ અડાલજ અંડર-13 અને રૂદ્ર પાઠક અંડર-17માં ચેમ્પિયન બન્યા હતા. વિજેતા ખેલાડીઓને ઇનામ રૂપે ટ્રોફી, મેડલ, પુરસ્કાર અને પ્રમાણપત્રથી તેમજ અન્ય સ્પર્ધકોને પ્રમાણપત્રથી સન્માન કરાયું હતું. ચેસમાં ખેલ મહાકુંભ અને ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બનવા બદલ એસ.કે. સિંહાનું અને ચેસમાં ખેલ મહાકુંભમાં ચેમ્પિયન બનવા બદલ જિજ્ઞા જોષીનું સેક્રેટરી શૈલેષ નાયકે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

અંડર-9માં જ્વલ પટેલ, આર્યન ચેટીયાર, અર્નવ ભૂષણ, વંદન ઠક્કર, આત્મન રાવલ, તનય સાપૂ, કિર્તન શાહ, આરવ શાહ, વેદીશ પટેલ અને રીધમ અગ્રવાલ વિજેતા બન્યા હતા. અંડર -11માં પ્રિન્સ ગાંધી, જેનીશ સોલંકી, યક્ષ સોલંકી, હરપાલ પટેલ, રીસીત પટેલ, આરાધ્યા જૈન, ચૈતન્ય સિંહા, શ્રીકાન્ત દવે, તિર્થ પરમાર અને નાવ્યા પરિમલ વિજેતા બન્યા હતા. અંડર-13માં વંશ અડાલજા, અથર્વ પટેલ, કુશલ જાની, હેતવ પટેલ, તક્ષ મહેતા, પ્રિયાંશ જે.પટેલ, પ્રિયમ ચાવડા, સિધ્ધમ જાની, અરમાન નારંગ અને રૂષીકેશ ગોસ્વામી વિજેતા બન્યા હતા. જ્યારે અંડર -17માં રૂદ્ર પાઠક, વિશ્વા પારકર, સમર્થ અડાલજા, જયમીન પટેલ, સ્વસ્તિક પટેલ, નીવ પટેલ, જેનીલ પ્રજાપતિ, ઉદય કાંસિયા, આર્યા શાહ અને ધવિત રાજવીક વિજેતા બન્યા હતા.

ઉ.ગુ.સહિત રાજ્યના 196 સ્પર્ધકોએ ભાગ લીધો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો