તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામિનારાયણ ગુરુકુલ કાંસામાં વાર્ષિકોત્સવ ઊજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનો 32મો વાર્ષિકોત્સવ સંતો અને અતિથિઓની નિશ્રામાં ઊજવાયો હતો. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાનુપ્રસાદ શાસ્ત્રીજીએ સૌનું સ્વાગત કર્યું હતું. નાનાં ભૂલકાંઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સ્વચ્છ ભારત, વ્યસનમુકિત અને આદર્શ વિદ્યાર્થીના ગુણો ડાન્સ, નાટક,ગરબા, રિમિકસ દ્વારા વાલીઓના દિલ જીતી લીધા હતા. શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમચરણદાસજી (ઝુંડાલ), શિક્ષણકાર કરશનભાઇ એસ.પટેલ, પ્રકાશભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા. સંસ્થાના તેજસ્વી છાત્રો, નેશનલમાં સિદ્ધિ મેળવનાર 4 રમતવીરોનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...