કાપડના રોલ ભરેલી આઇસર ભેંસ સાથે અથડાતાં સળગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર પાટિયા પાસે કાપડના રોલ ભરેલી આઇસર ગાડી ભેંસ સાથે અથડાતાં તે સળગી હતી.જેમાં ભેંસનું બનાવ સ્થળે જ મોત થયુ હતુ, જ્યારે કાપડના 14 રોલ સળગી ગયા હતા.બાવલુ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

અમદાવાદથી કાપડના રોલ ભરીને જઇ રહેલી જીજે.01.એયુ.3948 નંબરની આઇસર ગાડી રવિવારે રાત્રે 8.30 વાગ્યે જેતપુરા પાટિયાથી બસ સ્ટેન્ડ પાસેથી પુરઝડપે જઇ રહી હતી તે સમયે એકાએક રોડ વચ્ચે આવી ગયેલ ભેંસને અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં ભેંસ મરી ગઇ હતી અને આઇસર પલ્ટી ખાતાં એકાએક લાગેલી આગમાં કાપડના 14 રોલ સાથે ટ્રક સળગતાં ભાગદોડ મચી હતી.ઉપરોકત બનાવને પગલે ભેગા થઇ ગયેલા ગ્રામજનોની મદદથી આગને કાબુમા લેવાઇ હતી. ગાડીના ચાલક દશરથજી ભરમલજી ઝાલાએ બાવલુ પોલીસમા ગુનો નોંધાવતા હે.કો.અજયસિંહે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...