તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકરક્ષકના 4000 ઉમેદવારોનું બુકિંગ: અમદાવાદ, પાલનપુર, ભૂજ રૂટમાં આજે 250 ST બસ દોડાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા એસટી વિભાગમાં લોકરક્ષકની પરીક્ષાને લઇ શનિવાર બપોરે 1 વાગ્યાથી રવિવાર સવારે 7 વાગ્યા સુધીમાં અમદાવાદ, ભુજ, પાલનપુર જવા 4000 ઉમેદવારોએ એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવ્યું છે. જેને લઇને શનિવારે અમદાવાદ 200, પાલનપુર 200 અને ભુજ 50 ટ્રીપનું આયોજન કરાયું છે. જેમાં રૂટમાં ઉમેદવારો, મુસાફરોનો ટ્રાફિક કેવો રહે છે તે મુજબ શનિવારે 1 વાગ્યાથી એક્સ્ટ્રા બસો મૂકાશે તેમ વિભાગીય નિયામક વાય.કે. પટેલે જણાવ્યું હતું.

મહેસાણા જિલ્લામાંથી મોટાભાગે ઉમેદવારોને અમદાવાદ સેન્ટર છે. પાટણ, હારિજ, ચાણસ્માના ઉમેદવારોને ભુજ સેન્ટર ફાળવાયા હોઇ તે મુજબ શનિવારે બપોરે 1થી રવિવારે સવારે 7 વાગ્યા સુધી એકસ્ટ્રા બસો દોડાવાશે. અમદાવાદ માટે 2700 અને ભુજ માટે 1300નું એડવાન્સ બુકિંગ થયું છે. જેમાં સૌથી વધુ પાટણમાં 682, મહેસાણામાં 607, વિસનગરમાં 433, હારિજમાં 418, ચાણસ્મા ડેપોમાં 194 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

મહેસાણા બસપોર્ટમાં શનિવારે 12 વાગ્યાથી 23 કર્મચારી સંચાલન વ્યવસ્થામાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...