આંબલિયાસણ સાર્વજનિકમાં પુસ્તક વાંચક સ્પર્ધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : સાર્વજનિક વિદ્યાલય આંબલીયાસણ સ્ટેશનમાં તા. 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી પુસ્તક વાંચન સપ્તાહનુ આયોજન કરાયુ હતુ. ધો. 9 થી 11ના વિદ્યાર્થી ભાઇ બહેનોએ ભાગ લીધો હતો. તા. 8 ફેબ્રુઆરી શનિવારે પુસ્તક વાંચક સ્પર્ધા યોજાઇ હતી. શાળાના શિક્ષક આર.એસ.દેસાઇ અને એ.કે.પટેલે કાર્યક્રમનુ સંચાલન કર્યુ હતુ. ધો 9 અને 11 ના પ્રથમ, દ્વીતીય, અને તૃતિય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર કૂપનનું શાળાના આચાર્ય રાકેશગિરિ પી.ગોસ્વામીના હસ્તે વિતરણ કરાયુ હતુ.
અન્ય સમાચારો પણ છે...