ખેરાલુ બેઠક માટે આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ગુજરાતની ખેરાલુ, બાયડ, થરાદ અને રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જે માટે ફોર્મ ભરવાનો સોમવારે અંતિમ દિવસ હોઇ કચેરીઓમાં ભીડ જામશે. જોકે, કોંગ્રેસ દ્વારા માત્ર બાયડ બેઠક પર જશુભાઇ પટેલ અને થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપુતના નામની જાહેરાત કરાઇ છે. ખેરાલુ અને રાધનપુર માટે સોમવારે સીધા ફોર્મ ભરાશે. તો ભાજપે ઉમેદવારોને પહેલેથી કહી દીધું છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર ફોર્મ ભરશે તેમ જિલ્લા પ્રમુખે જાહેર કર્યુ હતું.

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતાં, ખેરાલુ ભાજપના ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતાં, થરાદના ભાજપના ધારાસભ્ય પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતાં, બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...