તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડી શહેરના કરણનગર રોડ સ્થિત પાર્ટી પ્લોટમાં રવિવારે મોટાબાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી શહેરના કરણનગર રોડ સ્થિત પાર્ટી પ્લોટમાં રવિવારે મોટાબાર ગ્રામીણ કડવા પાટીદાર સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના 38 તેજસ્વી છાત્રોને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

આ પ્રસંગે સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ (માથાસુર), ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ આઈ.પટેલ, મંત્રી હર્ષદભાઈ પટેલ (લાંઘણજ) સહિત કારોબારી સભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં સમાજની મહિલાઓ દ્વારા સમાજ જાગૃતિના સુંદર નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમ થકીલોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. સમાજના 118 બાળકોને સમાજના અગ્રણી ડૉ.નવિનભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલે ઈનામો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...