Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ફરી માવઠું, ખેડૂતોમાં ચિંતા
અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના પગલે સોમવારે મહેસાણા સહિત સમગ્ર ઉ. ગુ.માં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારે ભારે ધુમ્મસ છવાયું હતું. બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા કમોસમી વરસાદ પડતાં ખેડૂતોનો જીવ ફરી તાળવે ચોંટયો હતો.
પાટણ જિલ્લામાં રાધનપુર અને સાંતલપુરના રોઝુ, રાજુસરા, અગીચણા, ગોતરકા, ધોરકડા, છાણીયાથર સહિતના ગામોમાં વરસાદના છાંટા પડતાં જીરામાં કાળિયો, રાઇમાં મોલોમસી, વરિયાળીમાં ચરમી, કપાસમાં ગુલાબી ઇયળ અને ચણામાં ઈયળના ઉપદ્રવની ચિંતા ખેડૂતોમાં ઉઠી છે.
બનાસકાંઠા જિલ્લામાં લાખણી, વાવ, ભાભર, દિયોદર, થરાદ, ભાભર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે અને ઝરમર વરસાદ વરસ્યો હતો. દિયોદર પંથકમાં સોમવારે વહેલી સવારે છાંટા થયા હતા. લાખણીના ગેળા, વાવ પંથકમાં છાંટા પડ્યા હતા.