તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવલુમાં ટેપ ઊંચા અવાજે વગાડવા મુદ્દે હુમલો,3ને ઇજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી તાલુકાના બાવલુ ગામે ઘર આગળ ગાડીનું ટેપ ઊંચા અવાજે વગાડવાના મુદ્દે બે પડોશીઓ બાખડ્યા હતા. જેમાં ધારિયા, લાકડી વડે કરાયેલા હુમલામાં 3 વ્યક્તિઓને ઇજા થઇ હતી. બંને પક્ષોએ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બાવલુ ગામમાં પરા વિસ્તારમાં રહેતા બળદેવજી અરજણજી ઠાકોર તેમના ઘરની આગળ પોતાની ક્રેટા ગાડીના ટેપનું સિસ્ટમ ચેક કરી રહ્યા હતા. ટેપનો અવાજ વધી જતાં પડોશમાં રહેતા રણછોડજી ગાભાજી ઠાકોરે તું કેમ મોટા અવાજે ટેપ વગાડે છે તેમ કહી બોલાચાલી કરી હતી. જેમાં બળદેવજીએ અપશબ્દો બોલવાની ના પાડતાની સાથે જ રણછોડજી ઠાકોર અને તેમના પુત્ર મહેશજી ઠાકોરે હુમલો કરતાં બંને પક્ષો સામસામે આવી જતાં હુમલામાં 3 વ્યક્તિઓને ઇજા થઇ હતી.

બનાવ અંગે બળદેવજી ઠાકોરે બાવલુ પોલીસમાં રણછોડજી ગાભાજી ઠાકોર અને મહેશજી રણછોડજી ઠાકોર સામે, જ્યારે રણછોડજી ગાભાજી ઠાકોરે બળદેવજી અરજણજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો