તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બમ્પ આવતાં બસ ઉછળી,પાછળ બેઠેલા ત્રણ જાનૈયાઓ કાચ તોડી બહાર ફેંકાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શંખેશ્વરથી એસટી બસમાં નીકળેલી જાન ગુરૂવારે બહુચરાજી નજીક મારૂતિ પ્લાન્ટ પાસેથી પસાર થતાં બમ્પને કારણે બસ ઉછળતા પાછળની સીટમાં બેઠેલા ત્રણ યુવકો કાચ તોડી નીચે પટકાતાં ઇજા થઇ હતી.

શંખેશ્વરના આકાશ કાળુભાઇ રાવળ (13 વર્ષ)ના ફોઇના છોકરાના લગ્ન હોઇ ગુરૂવારે જાન વડાવલી ગામે જવાની હોઇ બપોરે એસટી બસમાં ઉપડેલી જાન બહુચરાજી નજીક મારૂતિ પ્લાન્ટ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે બમ્પને કારણે ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ ઉછળતાની સાથે જ પાછળની સીટમાં બેઠેલા ત્રણ યુવકો પાછળનો કાચ તોડી બહાર ફેંકાયા હતા.જેમાં આકાશ કાળુભાઇ રાવળ રહે.શંખેશ્વર, આકાશ પ્રવિણભાઇ રાવળ (21વર્ષ) રહે.લણવાને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યારે સંજયની હાલત ગંભીર જણાતા ધારપુર સિવિલમાં ખસેડ્યો હતો.

શંખેશ્વરથી જાન વડાવલી ગામે જઇ રહી હતી, એક યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ધારપુર સિવિલમાં ખસેડ્યો

બહુચરાજી મારૂતિ પ્લાન્ટ નજીક બસને અકસ્માત નડ્યો

_photocaption_બસ ઉછળતા પાછળની સીટમાં બેઠેલા ત્રણ યુવકો કાચ તોડી નીચે પટકાયા હતા.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો