તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરસેવકોના વિરોધને લઇ એરોડ્રામ કંપનીનું સીલ ખોલવાનું માંડી વાળ્યંુ, છાત્રો કરગર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા એરોડ્રામમાં ત્રિપલ એ કંપનીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવા પુરતુ સીલ ખોલવાની કાર્યવાહીનો પ્રમુખ,ચીફઓફીસર દ્વારા કરાયેલ પત્ર બાદ બહુમત સભ્યોનો કંપનીના વેરાના રૂ. 5.62 કરોડ ડૂબી જવાની ભિતીથી વિરોધના દબાણમાં બુધવારે સીલ ખોલવાની કાર્યવાહી માંડી વાળતા કંપની અને પાલિકા વચ્ચે વિદ્યાર્થીઓ ફસાઇ પડ્યા છે. વિદ્યાર્થીઓને પાલિકાથી હાઇકોર્ટનો રાહ સુચવાતા દૂર દૂરથી આવેલા વિદ્યાર્થી,વાલીઓને ત્રણ કલાકની આજીજી પછી ખાલી હાથે પરત ફરવુ પડ્યુ હતું.આ દરમ્યાન કચેરીમાં ચીફઓફીસર હાજર ન હોઇ તર્કવિતર્ક સર્જાયા હતા.

બુધવારે સવારે 11 વાગ્યે પ્રમાણપત્રો પરત આપવા પુરતુ સીલ ખોલવાની કાર્યવાહી થનાર હોઇ બધા સભ્યોને હાજર રહેતા પ્રમુખ,ચીફઓફીસર દ્વારા પત્ર કરાયો હતો.એવીએશન કંપનીના માલિકને હાજર રાખવા સુચવ્યુ હતું.જેને લઇને મથુરા, દિલ્હી, અમદાવાદ સહિતથી વિદ્યાર્થીઓ, વાલીઓ 11 વાગ્યે પાલિકા આવી પહોચતા સભા ખંડમાં બેઠક યોજી હતી.જ્યાં પ્રમુખ ઘનશ્યામભાઇ સોલંકી, વિપક્ષના કૌશિકભાઇ વ્યાસ સહિતની ઉપસ્થિતીમાં વિદ્યાર્થીઓએ છ મહિનાથી ડોક્યુમેન્ટ વગર અભ્યાસ મુશ્કેલમાં હોઇ ભાવિ હિતને ધ્યાને રાખી ડોક્યુમેન્ટ કાઢી આપી પરત સીલ કરી દેવા આજીજી કરી હતી.જોકે પ્રમુખે કહ્યુ કે, સભ્યોનો સીલ ખોલવુ નહી તેવો અભિપ્રાય આવેલો છે. સદસ્ય નવીનભાઇ પરમારે વિદ્યાર્થીઓને કંપની સામે કાર્યવાહી કરવા સુચવ્યુ હતું.કૌશિકભાઇ વ્યાસે કહ્યુ કે,અમને હમદર્દી છે પણ કંપની વેરામાં ગલ્લાતલ્લા કરે છે,તમને કંપની ડોક્યુમેન્ટ ન અપાવી શકતી હોય તો હાઇકોર્ટમાં જાવો, કેશખર્ચ માટે રૂ. 50હજાર આપવાની તૈયારી દર્શાવી હતી.પ્રમુખ ઘનશ્યામભાઇ સોલંકીએ કહ્યુ કે, છ મહિનાથી રઝળપાટ કરો છો તો હાઇકોર્ટમાં અરજ કરવાની સલાહ આપી હતી. એક વિદ્યાર્થી રડમસ થયો હતો, તો એક વિદ્યાર્થીએ વિપક્ષી નેતા ર્કિર્તીભાઇ પટેલને પગે લાગીને ડોક્યુમેન્ટની વિનંતી કરી હતી.

એક વિદ્યાર્થીએ વિપક્ષી નેતા ર્કિર્તીભાઇ પટેલને પગે લાગીને ડોક્યુમેન્ટની વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...