બાગાયતી યોજનાના લાભ માટે 31મી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

Mehsana News - application can be made online till 31st for the benefit of horticulture scheme 065618

DivyaBhaskar News Network

Oct 22, 2019, 06:56 AM IST
બાગાયતી યોજનાના લાભ માટે 31મી સુધી ઓનલાઇન અરજી કરી ખેડૂતો મહેસાણા બહુમાળી ભવનમાં જમા કરાવી શકશે.

બાગાયત ખાતાની પુરસ્કૃત યોજના NHM HRT-9 અને જુદા જુદા ઘટકો, ફુલ અને ઔષધિય, સુગંધિત પાકો, ફળપાકોના વાવેતર માટે, બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો, બિયારણ, ધરૂ, ફળ રોપા ઉત્પાદન માટે મધમાથી ઉછેર અને મશરૂમ ઉત્પાદનો માટેના 24 ઘટકો માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જેનો લાભ લેવા માંગતા ખેડૂતોને ikhedut.portal મારફતે 31 ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી તેની પ્રિન્ટ કાઢી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, એસ-2, બ્લોક નંબર 1, બહુમાળી ભવન મહેસાણા ખાતે જમા કરવા જણાવવામાં આવ્યું છે.

X
Mehsana News - application can be made online till 31st for the benefit of horticulture scheme 065618

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી