તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના યુવકને હનીટ્રેપમાં ફસાવનારો મહેસાણાથી ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાર મહિના અગાઉ મહેસાણા- અમદાવાદ હાઇવે પર આવેલી અમીપુરા શંકુઝ વોટરપાર્કના રૂમમાં અમદાવાદના યુવાનને યુવતી સાથે રાખી નાણાં માંગી હનીટ્રેપ કરનારા શખ્સ અને એક શકદારને મહેસાણાથી એસઓજી પોલીસે ઝડપી લીધા છે.

શહેરના રાધનપુર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે સ્વીફ્ટ ગાડીમાં બેઠેલા શખ્સની શંકાસ્પદ હિલચાલ જોઇ એસઓજી પીઆઇ પી.એ. પરમાર, પીએસઆઇ વી.એન. રાઠોડ સહિત સ્ટાફે શુક્રવારે ઝડપી લઇ પૂછપરછ કરી હતી. જેમાં તે શોયેબ ઉર્ફે પીંડારા સૈયદભાઇ શેખ (રહે. સિદ્ધપુર) હોવાનું ખુલ્યું હતું. તપાસમાં 4 મહિના અગાઉ અમદાવાદના ગોમતીપુરના ઇનમ ઉલ્લાહ સાથે શાહઆલમમાં રહેતી આસીમા શેખ અમીપુરા શંકુઝ વોટરપાર્કમાં રૂમ રાખીને રોકાયો હતો અને અમદાવાદ પરત ફર્યા બાદ ઇનમઉલ્લાહ હનીટ્રેપમાં ફસાતાં નગરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં શોયેબ ઉર્ફે પીંડારા શેખની સંડોવણી હોવાનું સ્પષ્ટ થતાં નવરંગપુરા પોલીસને જાણ કરી હતી.ચાર મહિના અગાઉ મહેસાણા- અમદાવાદ હાઇવે પર આવેલી અમીપુરા શંકુઝ વોટરપાર્કના રૂમમાં અમદાવાદના યુવાનને યુવતી સાથે રાખી નાણાં માંગી હનીટ્રેપ કરનારા શખ્સ અને એક શકદારને મહેસાણાથી એસઓજી પોલીસે ઝડપી લીધા છે.

શહેરના રાધનપુર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે સ્વીફ્ટ ગાડીમાં બેઠેલા શખ્સની શંકાસ્પદ હિલચાલ જોઇ એસઓજી પીઆઇ પી.એ. પરમાર, પીએસઆઇ વી.એન. રાઠોડ સહિત સ્ટાફે શુક્રવારે ઝડપી લઇ પૂછપરછ કરી હતી. જેમાં તે શોયેબ ઉર્ફે પીંડારા સૈયદભાઇ શેખ (રહે. સિદ્ધપુર) હોવાનું ખુલ્યું હતું. તપાસમાં 4 મહિના અગાઉ અમદાવાદના ગોમતીપુરના ઇનમ ઉલ્લાહ સાથે શાહઆલમમાં રહેતી આસીમા શેખ અમીપુરા શંકુઝ વોટરપાર્કમાં રૂમ રાખીને રોકાયો હતો અને અમદાવાદ પરત ફર્યા બાદ ઇનમઉલ્લાહ હનીટ્રેપમાં ફસાતાં નગરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં શોયેબ ઉર્ફે પીંડારા શેખની સંડોવણી હોવાનું સ્પષ્ટ થતાં નવરંગપુરા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો