પાલિકાએ પટ્ટા જપ્ત કર્યા પછી કોલાવાળાઓએ 2.31 લાખ જમા કરાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં શેરડી રસના સેન્ટરો પર પાલિકો પટ્ટા જપ્ત કર્યા પછી કોલાવાળાઓએ 2.31 લાખ જમા કરાવ્યા હતા.

શહેરમાં ખાનગી માલિકીની જગ્યામાં પાલિકાની પરવાનગી વગર ધમધમતા શેરડી રસના સેન્ટરો વિકાસ ફાળો ભરપાઇ ન કરતા 32 સ્થળેથી કોલુ ફેરવાના પટ્ટા પાલિકા ટીમ કાઢી લઇ જતા સિઝનલ વ્યવસાયકારો અટવાઇ પડ્યા હતા. છેવટે 11 જણા 21-21 હજાર લેખે કુલ રૂ. 2.31 લાખ જમા કરાવી ગયા, હજુ 21 સેન્ટરનો ફાળો બાકી રહેતા પટ્ટા પાલિકા હસ્તક સીઝ રાખ્યા છે. શહેરમાં પાલિકાની ટીમ દ્વારા 32 ખાનગી જગ્યાએ ચાલતા કોલાસેન્ટરો બંધ કરવા નોટિસ આપ્યા પછી પણ ચાલુ રહેતા રસ કાઢવાના મશીનનો પટ્ટો જ કાઢી જપ્ત કરી લીધો હતો.સોમવારે 11 સેન્ટરવાળા પાલિકામાં રૂ. 21-21 હજાર જમા કરાવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...