તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર વર્ષ પછી સોમવારે મહાશિવરાત્રી હવે 12 વર્ષ બાદ આવો સંયોગ બનશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી તા.4 માર્ચના રોજ શિવજીની આરાધનાના મહાપર્વ મહાશિવરાત્રીની મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ધામધૂમ પૂર્વક ઉજવવા શિવાલયોમાં અત્યારથી જ આયોજનો શરૂ થઇ ગયા છે. જ્યોતિષાચાર્યોના મતે 4 વર્ષ બાદ સોમવારના દિવસે મહાશિવરાત્રી આવતી હોઇ તેનું વિશેષ મહત્વ બની રહ્યું છે. હવે 12 વર્ષ બાદ સોમવાર અને મહાશિવરાત્રીનો યોગ બનશે.

જ્યોતિષાચાર્યોના મત્તે આ વખતે મહા શિવરાત્રીના પર્વ પર 4 પ્રકારના શ્રેષ્ઠ યોગ બની રહ્યા છે. જેને લઇ શિવ ભક્તો માટે આ પર્વ વિશેષ મહત્વ બની રહ્યું છે. મહા શિવરાત્રીનો સોમવારનો યોગ બનતો હોઇ લગ્ન કરવા ઇચ્છુક યુવક-યુવતીઓએ દૂધ અને ગંગાજળથી અભિષેક કરવો જોઇએ. શ્રવણ નક્ષત્રનો સંયોગને લઇ સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે શિવ ભક્તોએ શેરડીના રસથી અભિષેક કરવો જોઇએ. શિવ યોગનો સંયોગ હોઇ મોક્ષ પ્રાપ્તિ ઇચ્છતા શિવ ભક્તોએ દૂધમાં કેસર ભેળવી અભિષેક અને સુખ-સમૃધ્ધિ માટે અક્ષત(આખા ચોખા) અર્પણ કરવા જોઇએ. તેવી રીતે સર્વાર્થ સિધ્ધી યોગ બનતો હોઇ શુભકાર્યોની સફળતા માટે શિવ તાંડવ સ્ત્રોત, શિવ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઇએ, જ્યારે આરોગ્ય અને અડચણો દૂર કરવા રૂદ્રાભિષેક કરાવવો જોઇએ.

પૂજનનું શુભમુહૂર્ત
પૂજા શરૂ કરવાનો સમય : 4 માર્ચ, સાંજે 4.28 કલાક

પૂજા પૂર્ણતાનો સમય : 5 માર્ચ, સવારે 7.07 કલાક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો