Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણામાં અટીરા સોસાયટી પાસે પાંચ દિવસથી ઉભરાતી ગટરથી રહીશોને હાલાકી
મહેસાણાના એરોડ્રામ રોડ પર આવેલ અટીરા સોસાયટી પાસે ગટરની કુંડી ઉભરાતાં છેલ્લા 5 દિવસથી અહીથી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. જ્યારે પાલિકાનો કોન્ટ્રાક્ટર અધુરુ કામ મુકીને જતો રહેતા રહીશોમાં રોષ પ્રસર્યો છે.
એરોડ્રામ રોડ પર આવેલ પરાંબિકા,તિરૂપતિ,પુષ્પકુંજ,સહકાર,લકીપાર્ક જેવી 9 થીવધુ સોસાયટીઓને સાંકળતા રોડ પર ગટરની કુંડી ઉભરાવાની સમસ્યાએ સ્થાનિકોને પરેશાન કરી મૂક્યા છે. અટીરા સોસાયટી પાસે છેલ્લા 5 દિવસથી ઉભરાતી ગટરનુ પાણી રોડ પર ફળી વળતા ત્રણ દિવસ અગાઉ રહીશોએ પથ્થર મુકીને તેમાથી ચાલવા પ્રયાસ કર્યો હતો. આ અંગે સહકારનગરમાં રહેતા કમલેશભાઇ પટેલે કહ્યુ કે, પાલિકામાં રજૂઆત કરતાં કોન્ટ્રાકટરે કુંડી ખોલી પરંતુ કામ અધુરુ મુકીને ચાલ્યો જતા સ્થાનિકોને દુર્ગંધ મારતા ગંદા પાણીમાંથી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે.સ્થાનિક નગરસેવક અને પાલિકાના ચેરમેન નવિનભાઇ પટેલે કહ્યુ કે, સ્થાનિકોની ફરિયાદ મળતા તાત્કાલિક કામગીરી શરૂ કરાવી શુક્રવારે રાત્રે લીકેજ વાળી કુંડી શોધીને કામગીરી કરાવી હતી.
રોગચાળાની દહેશત વચ્ચે સ્થાનિકોની નગરપાલિકામાં રજૂઆત