તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામ નહીં મળતાં યુવકનો દવા પી આપઘાતનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : પ્રતાપગઢના 45 વર્ષના પ્રભુજી ગોવિંદજી ઠાકોર છેલ્લા 15 દિવસથી મજૂરીકામ મળતું ન હોઇ ઘરે બેસી રહેતો હતો. આર્થિક ભીડ વચ્ચે જીવતા પ્રભુજીએ આપઘાતના નિર્ણય સાથે શુક્રવારે દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં મહેસાણા સિવિલમાં લવાયેલા પ્રભુજીને તબીબે તેમને અમદાવાદ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, તેમના પિતાએ આર્થિક તંગીના કારણે બીજા દવાખાનામાં નહીં ખસેડું તેમ કહ્યું હતું. જોકે, વૃદ્ધને સાથે રહેલા વ્યક્તિઓએ સમજાવતાં આખરે અમદાવાદ સિવિલમાં લઇ જવાનો નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...