તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુચરાજીમાં 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ નિમિત્તે 2400 શક્તિકળશ સાથે શોભાયાત્રા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી | ગાયત્રી શક્તિપીઠ બહુચરાજી દ્વારા વિશ્વશાંતિ અર્થે અશ્વમેઘ રજત જયંતી નિમિત્તે એસટી વર્કશોપની બાજુમાં આવેલા મણિધર વિલેજમાં 4થી 7 જાન્યુઆરી દરમિયાન 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે. આ ધર્મોત્સવના પ્રારંભે શુક્રવારે વિરાટ શોભાયાત્રા નીકળી હતી. જેને કિરીટભાઇ પટેલ દેવગઢ અને વિરમગામ ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે મશાલ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો. શોભાયાત્રામાં 2400 શક્તિકળશ તેમજ 50થી વધુ ટ્રેક્ટરો અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, શિવાજી મહારાજ સહિતના પાત્રોએ આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રા નગરની પરિક્રમા કરી યજ્ઞસ્થળે પધારી હતી. શોભાયાત્રામાં ચુંવાળ પંથકના 50થી વધુ ગામોના ગાયત્રી ઉપાસકો સહિત શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શનિવારે સવારે 8 વાગે ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...