તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિત્રની બર્થડે પાર્ટીમાં ગયેલા યુવકનું કેનાલમાં પગ લપસતાં ડૂબવાથી મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીના મલ્હારપુરામાં રહેતો યુવક શનિવારે બપોરે મિત્રની બર્થડે ઉજવ્યા બાદ કેક ખાઈને આદુંદરા કેનાલમાં હાથ ધોવા જતાં પગ લપસતાં અંદર પડી ગયો હતો. જેમાં ઊંડા પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. કડી પોલીસે તેના મિત્રોના નિવેદન આધારે તપાસ હાથ ધરી છે.

શહેરના મલ્હારપુરા વિસ્તારમાં રહેતો અપરિણીત પ્રજાપતિ દિપક દેવેન્દ્રભાઈ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. શનિવારે બપોરે તેના મિત્રનો જન્મ દિવસ હોઈ પાર્ટીનું આયોજન કર્યુ હતું. બપોરે દિપક તેના મિત્રો સાથે આદુંદરા નજીક નર્મદા કેનાલ પર બર્થડે પાર્ટીની ઊજવણી કરી કેક કાપ્યા બાદ દિપક હાથ ધોવા કેનાલમા ઉતર્યો હતો.તે સમયે પગ લપસી જતાં તે ઉંડા પાણીમાં ગરક થઈ ગયો હતો.દિપકના મિત્રોએ 108ને જાણ કરતાં તે પહેલાં દિપકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયંુ હતું. બનાવ અંગે કડી પોલીસને જાણ કરતાં પોલીસે યુવકની લાશ બહાર કાઢી પીએમ કરાવી પરિવારને સોંપી હતી. આ મામલે અકસ્માાત મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

આદુંદરા કેનાલમાથી મહિલાની લાશ મળી
કડીના આદુંદરા નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના ગેટ મા શનિવારે એક લાશ તરતી જોવા મળી હતી.કડી પોલિસે ભારે જહેમત બાદ સ્થાનીક તરવૈયાઓની મદદથી કોહવાયેલી લાશ બહાર કાઢતાં મહિલાની હોવાનું જણાયું હતું. મહિલાની લાશનું પીએમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી તેના વાલીવારસોની શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...