તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેણપ પાસે વાહનની ટક્કર વાગતાં સાયકલચાલકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાના દેણપ ગામની સીમમાં બોર ચાલુ કરવા સાઇકલ લઇને જઇ રહેલા અોપરેટરને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતાં તેનું અમદાવાદ સિવિલમાં સારવાર બાદ મોત થયું હતું.

દેણપના ઠાકોર હસમુખજી પ્રધાનજી ગુરૂવારે ગામના પટેલ બાબુભાઇ બબલદાસના ખેતરમાં બોર ચાલુ કરવા માટે સાયકલ લઇને દેણપ -કાજીઅલિયાસણા ગામની સીમમાંથી પસાર થતા હતા, ત્યારે અજાણ્યા વાહનની ટક્કર વાગતાં હસમુખજીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે વિસનગર અને મહેસાણાથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં રીફર કરાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. જે અંગે ઠાકોર રજુજી પ્રધાનજીઅે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...