તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાય બચાવવા જતાં બાઇક સ્લીપ ખાતાં યુવકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર તાલુકાના વસાઇ ગામે માર્ગમાં એકાએક વચ્ચે આવી ગયેલી ગાયને બચાવવા જતાં સ્લીપ ખાઇ ગયેલા બાઇકની પાછળ બેઠેલા યુવાનનું બનાવ સ્થળે મોત થયું હતું. ડાભલાના દોલતપુરા ગામના દિનેશજી બાદરજી ઠાકોર અને તેમનો મિત્ર વેદાજી નાળાજી ઠાકોર બાઇક પર ઘરેથી કામે નીકળ્યા હતા. ગામમાં અર્પણ વિદ્યાલય સામે રસ્તામાં આવેલી ગાયને બચાવવા દિનેશજીએ બાઇકને બ્રેક મારતાં સ્લીપ ખાતા પટકાતાં વેદાજી ઠાકોરને ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્યારે દિનેશજીને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા. વસઇ પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...