ઉ. ગુ.માં 27707 ખેડૂતો વીજજોડાણથી વંચિત

Mehsana News - a 27707 farmers are not deprived of power in gujarat 094018

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:40 AM IST
ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ કૃષિમાં વીજ જોડાણ માટે અરજી કર્યાના લાંબા સમય સુધી જોડાણ વગર રઝળપાટ કરવી પડે છે. યુજીવીસીએલ તંત્રમાં હજુ 27707 ખેડુતોની અરજીઓ પેન્ડીગ પડી છે. તંત્ર માત્ર ફાળવેલ ટાર્ગેટને ધ્યાને રાખીને વીજ જોડાણમાં આગળ વધતુ હોઇ ઘણા ખેડૂતોને બોર બનાવ્યા પછી વીજ જોડાણ વગર ખેતીમાં સિંચાઇ માટે વલખા મારવા પડે તેવી ધાટ સર્જાયો છે.

ખેતીમાં વીજ જોડાણ માટેની અરજીઓ અંગે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલે વિધાનસભામાં કરેલા પ્રશ્નમાં સૌથી વધુ બનાસકાંઠામાં 16156 અને મહેસાણા જિલ્લામાં 2184 અરજીઓ પડતર હોવાની વિગતો સામે આવી હતી.એમાં ખેરાલુમાં 375 ખેડૂતોની અરજીઓ પેન્ડીગ રહી છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાને આવરી લેતા ત્રણ સર્કલ વિસ્તારમાં કુલ 27707 ખેડૂતો ખેતીમાં વિજ જોડાણની રાહ જોઇ બેઠા છે.આ પાંચ જિલ્લા પૈકી 50 ટકાથી વધુ માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ સૌથી વધુ 15677 કૃષિ વીજ જોડાણ આપવાના બાકી છે. યુજીવીસીએલના સુત્રોઅે કહ્યુ કે, ચાલુ વર્ષે કૃષિ વીજ જોડાણનો 11150નો ટાર્ગેટ ફાળવાયો છે જેમાં અત્યારસુધી 6368 ખેડૂતોને વીજ જોડાણ અપાયા છે.4316 ખેડૂતે એસ્ટીમેટ ખર્ચ ભર્યો છે અને 916 ખેડૂતને એસ્ટીમેટ સુચવી દેવાયો છે.આગામી એક વર્ષમાં ખેડૂતોને કૃષિ વીજજોડાણમાં આવરી લેવા વિચારણા કરાઇ રહી છે.

કયા સર્કલમાં કેટલી અરજી પેન્ડીગ

સર્કલ પેન્ડીગ

બનાસકાંઠા 15677

હિંમતનગર(અરવલ્લી) 7531

મહેસાણા(પાટણ) 4499

સાબરમતી 4872

કુલ 32579

કેવા કારણોમાં વીજ જોડાણ મુશ્કેલ કે વિલંબિત

વીજ જોડાણ અરજી પછી યુજીવીસીએલની બોર બનાવા નોટીશના ત્રણ મહિનામાં બોર તૈયાર ન થવો, અરજદારના અવસાન પછી વારસાઇમાં નામ દાખલ કરવુ, બોર ફેઇલ હોય કે સુચિત જગ્યાથી અલગ સર્વે નંબર શિફટીગનો પ્રશ્ન આવતો હોય છે,હયાત માંગણીમાં 8 એકરમાં એક જોાડણ આપી શકાય, 8 એકરમાં જ બીજુ જોડાણ રદ થવા પાત્ર હોઇ આવા કિસ્સા પણ સર્જાતા હોવાનું સુત્રોએ કહ્યુ હતું.

X
Mehsana News - a 27707 farmers are not deprived of power in gujarat 094018
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી