તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીના કલાલવાસમાં 91 બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી પોલીસે કલાલવાસમાં રેડ પાડી રહેણાંક મકાનમાંથી રૂ.26,800ની કિંમતનો 91 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ મામલે બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. કડીના ઈન્ચાર્જ પીઆઈ એમ.જી. ચૌહાણ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. કલાલ વાસમાં રહેતો સાહિલ કલાલ દારૂનો વેપાર કરતો હોવાની બાતમી મળતાં તેના ઘરમાં રેડ પાડતાં નાસભાગ મચી હતી. પોલીસે તેના ઘરમાંથી રૂ.26,800ની 91 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી સાહિલ અબ્દુલભાઈ કલાક તથા કલાલ જાવેદ હનિફ ઉર્ફે ડેની રસુલભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...