તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ઓવરલોડ અને ગેરકાયદે રેતીની હેરાફેરી કરતી 8 ટ્રક ઝડપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં રાત્રે રેતીની મોટાપાયે હેરાફેરી થતી હોવાની ફરિયાદો મદદનીશ ભૂસ્તર અધિકારીની ટીમ દ્વારા શનિવારે રાત્રે હાથ ધરાયેલા આકસ્મિક ચેકિંગમાં ઓવરલોડ અને મંજૂરી વગર સાદી રેતી ભરીને દોડતી 8 ટ્રક ઝડપાઇ હતી. આથી ટીમે રૂ.2.04 કરોડનો મુદ્દામાલ સીઝ કરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશન હવાલે વાહનો કરાયા હતા. ખાણ ખનિજ વિભાગ દ્વારા બિન અધિકૃત સાદી રેતી વહન મામલે રૂ.15 લાખ દંડ વસુલવા તજવીજ કરાઇ હતી.

મદદનીશ ભૂસ્તર અધિકારીના માર્ગદર્શન હેઠળ અધિકારી કલ્પેશ વ્યાસ સહિતની ટીમે શનિવાર રાતથી રવિવાર સવાર દરમિયાન કડી, વિજાપુર, વિસનગર, જોટાણા, મહેસાણા તાલુકાના માર્ગો પર આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ઊંઝા પંથકમાંથી 2, ખેરાલુમાં 2, મહેસાણામાં 2 અને સાંથલ પંથકમાંથી 2 ટ્રક ઝડપાઇ હતી. જેમાં ચાર ટ્રકમાં ઓવરલોડ સાદી રેતી ભરેલી હતી તેમજ 4 ટ્રક પાસ પરમીટ વગર સાદી રેતી વહન કરતી હોવાનું ખુલ્યું હતું. આ તમામ ટ્રકો કબજે લઇ પોલીસ હવાલે કરાઇ હતી. એક જ રાતમાં 8 વાહનો ઝડપાતાં ખનિજ ચોરી કરતા ખાણ માફિયાઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. રૂ.2.04 કરોડની મત્તાની 8 ટ્રક સીઝ કરી ખાણ અને ખનિજ વિભાગ દ્વારા વાહન માલિકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં અંદાજે રૂ.15 લાખ દંડ વસુલ કરાશે તેમ વિભાગના સૂત્રોએ કહ્યું હતું.

રેતીચોરીમાં પકડાયેલી ટ્રકો પોલીસ હવાલે કરાઇ હતી. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો