તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Mehsana News 70 Told Sports Ladies Ok Married To Ok Between Both Of Them When Thinking Of Female Emotionally And With Male Reasoning 023529

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

70 નવયુગલોને રમતો રમાડી કહ્યું, સ્ત્રી ભાવનાત્મકતાથી અને પુરુષ તર્કથી વિચારતો હોય ત્યારે બંને વચ્ચે OKથી લગ્નજીવન સફળ થાય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આધુનિક જીવનશૈલી અને વિચારભેદના કારણે નાની-નાની બાબતમાં દંપતી વચ્ચે થતા ઝઘડા ક્યારેક છુટાછેડા સુધી પહોંચી જતા હોય છે. આવી સ્થિતિ ઊભી ન થાય અને જો થાય તો કેવી રીતે સમાધાન લાવવું તે અંગે માર્ગદર્શન આપવા 84 કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ દ્વારા રવિવારે હેપ્પી મેરેજ લાઇફ નામે અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ગત રવિવારે નુગર ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં ભાગ લેનારા 70 નવયુગલો સહિતે ભાગ લીધો હતો. જેમાં લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે એકબીજા પ્રત્યેની સમજણ, અંડરસ્ટેન્ડીંગ મનો વિજ્ઞાનના દ્રષ્ટીકોણથી પ્રાયોગિક રમતો રમાડીને સમજાવાઇ હતી.

દેદિયાસણ જીઆઇડીસી પાસેના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર મિ.રજનીકાન્તે જણાવ્યું કે, લગ્ન પહેલાં, લગ્નના બે વર્ષ અને પાંચ વર્ષ પછી સ્ત્રી-પુરુષમાં થતા માનસિક ફેરફારોને લીધે પતિ-પત્ની વચ્ચે સંબંધો ખરાબ થતા હોય છે. પતિ-પત્નીનું મનોવિજ્ઞાન સમજાવી લગ્નને માત્ર શારીરિક જોડાણ નથી પરંતુ સમજણનો સેતુ પર ટકીને દુનિયાને શ્રેષ્ઠ નાગરિક આપવા માટે કુદરતે કરેલું જોડાણ છે. જેમાં પતિ પત્નીની ભૂલો, ખામી, સમસ્યા, વિશિષ્ટતા અને સિદ્ધાંતો સમજાવી જુદા જુદા પ્રેકટીકલ દ્વારા મેચ્યોર થાય તે શીખવ્યું હતું. માતા-પિતાના ઘરેથી વિદાય લઇને આવતી દીકરી સાસરિયામાં પોતાની અપેક્ષાઓથી સેટલ થવાનો પ્રયત્ન કરે છે, જે સેટ ન થઇ શકે ત્યારે સંબંધોમાં વિચ્છેદ થતો હોય છે. પતિ પત્ની બંનેએ એકબીજાનો ભૂતકાળ ભૂલી જીવનનું સુંદર આયોજન કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવવું જોઇએ તેવી સમજણ કેળવી હતી.

દરેક વ્યક્તિની પ્રેમની ભાષા અલગ અલગ હોય છે, ક્યારેક સ્ત્રીની કોઇ પ્રશંસા કરે કે ગિફ્ટ આપે કે તેને કામમાં મદદ કરે તેને તે પ્રેમ સમજે છે. તો પુરુષ પક્ષે પણ પોતાના સાહસની અંદર પત્ની હકારાત્મક વલણ રાખી પ્રોત્સાહિત કરતાં તેને તેની પ્રેમની ભાષા સમજે છે. સ્ત્રી હંમેશા ભાવનાત્મકતાથી વિચારે છે, જ્યારે પુરુષ તર્કથી વિચારતો હોય છે અને આવા ટાંણે આઇ એમ એન્ડ યુ આર ઓકેની વીન વીન પોઝિશન આવે તો લગ્નજીવન સફળ બનતું હોય છે. આ પ્રસંગે સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

નવયુગલોને મનોવિજ્ઞાનના દ્રષ્ટીકોણથી રમતો રમાડીને સમજ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો