તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા જિલ્લાના વધુ 7 પ્રવાસીઓ ઓબ્ઝર્વેશનમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર અને પાલનપુરમાં કોરોના વાઇરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તો મહેસાણા જિલ્લાના વધુ 7 પ્રવાસીઓ ઓબ્ઝર્વેશનમાં રખાયા છે.

નેપાળના પ્રવાસેથી પરત આવેલા હિંમતનગરના યુવકને તેમજ સિંગાપુર થાઇલેન્ડ પ્રવાસેથી આવેલા પાલનપુરના યુવાનને કોરોના વાઇરસના લક્ષણો જણાતાં સારવાર માટે સ્થાનિક સિવિલમાં દાખલ કરી રિપોર્સહિતની કામગીરી હાથ ધરાઇ હોવાનું આરોગ્ય કમિશ્નર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

તો વિદેશથી મહેસાણા જિલ્લામાં આવેલા વધુ 7 પ્રવાસીઓને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. કુલ 9 પ્રવાસી છે. જે દેખરેખમાં છે અને તેઓમાં કોરોના વાઇરસના ચિન્હ જણાતાં તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં ખસેડવાની પણ તૈયારી છે.

દરમિયાન, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ટી.કે. સોનીએ જિલ્લાના અધિકારીઓ અને આરોગ્ય સમિતિના ચેરમેન, સભ્યોને કોરોના વાઇરસ સંબંધે માહિતગાર કરવા બેઠક યોજી હતી. જેમાં હાલ વાઇરસ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવી હાથ મિલાવવાના બદલે નમસ્તે કરવા, વારંવાર હેન્ડવોશ કરવા સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો