તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં આજે પતંગ મહોત્સવ 15 દેશોના 55 પતંગબાજો ભાગ લેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત 12 જાન્યુઆરીએ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 કલાકે પતંગોત્સવ યોજાશે. પ્રવાસન નિગમ દ્વારા યોજાયેલા પતંગોત્સવમાં 15 જેટલા દેશોના 55 પતંગબાજો અને ભારતના ગુજરાત સહિતના રાજ્યોનાં 45 પતંગબાજો મળી કુલ 100 જેટલા પતંગબાજો ભાગ લેશે. પતંગ મહોત્સવમાં કેનેડાના 2, ફ્રાન્સના 2, બેલ્જિયમના 2, જર્મનીના 5, ઇન્ડોનેશિયના 6, ઇઝરાયેલના 5, ઇટાલીના 4, કેન્યાના 4, કોરીયાના 4, લેબનોનના 2, લિથુનીયાના 4, મલેશિયાના 6, મેક્સિકોના 4, પોલેન્ડના 3, ઝીમ્બાબ્વેના 2 સહિત કેરાલાના 22, મહારાષ્ટ્રના 16, દિલ્હીના 1, રાજ્સ્થાનના 4 સહિત ગુજરાતના 2 પતંગબાજો ઉપસ્થિત રહી અવનવા પતંગો સાથેના કરતબો રજૂ કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પતંગ મહોત્સવને ખુલ્લો મુકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો