જિલ્લાની 75 સ્કૂલોનું 50 ટકા કે તેથી વધુ પરિણામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં ધોરણ 12 સાયન્સના પરિણામમાં આ વખતે 78માંથી એકપણ શાળાને 100 ટકા પરિણામની સફળતા મળી નથી. બીજી તરફ 30 ટકાથી ઓછા પરિણામમાં પણ એકપણ શાળા નથી. એટલે નબળું પરિણામ ન હોઇ ગ્રાન્ટકાપ નહીં આવે.

જિલ્લામાં ગત વર્ષ 2018માં ધોરણ 12 સાયન્સમાં ચાર શાળાઓ 100 ટકા પરિણામમાં ઝળકી હતી. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એકપણ શાળા 30 ટકાથી ઓછા (નબળુ) પરિણામમાં નથી. ચાલુ વર્ષે ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ 78 શાળાઓમાં સૌથી વધુ પરિણામ ઊંઝા તાલુકાની કહોડા સર્વોદય હાઇસ્કૂલનું 98.59 ટકા આવ્યું છે. આ સ્કૂલના 71 પૈકી 70 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ગણપત વિદ્યાનગર અંગ્રેજી માધ્યમ સ્કૂલનું 43.75 ટકા આવ્યું છે.

આ સ્કૂલના 32 પૈકી 14 વિદ્યાર્થી પાસ અને 18 નાપાસ થયા છે. જિલ્લામાં 50 ટકાથી ઓછા 43.75 ટકા સુધીના પરિણામમાં ત્રણ શાળા, જ્યારે ત્રણ શાળાએ 50 ટકા પરિણામ મેળવ્યું છે. જિલ્લામાં 78 સાયન્સ સ્કૂલો પૈકી 75 સ્કૂલોએ 50 ટકા કે તેથી વધુ પરિણામ મેળવ્યું હોવાનું શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...