તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાનીકડી-વીડજ રોડ પર બાઇકચાલકને આંતરી મોબાઇલ-રોકડ લૂંટી 3 લુટારુ છૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાનીકડીથી વીડજ ગામ તરફ જવાના માર્ગે બાઇક ચાલકને આંતરી છરીની અણીએ મોબાઇલ અને રોકડ રૂ.500ની લૂંટ આચરી ભાગેલા અજાણ્યા ત્રણ શખ્સો સામે કડી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

નાનીકડીમાં વૈભવ બંગલોઝમાં રહેતા અને મૂળ યુપીના રાજપુત (સીંગ) રંજન કુમાર લાલબાબુ ગુરુવારે પોતાનું બાઇક લઇ નાનીકડીથી વીડજ તરફ જઇ રહ્યા હતા, ત્યારે બાઇકથી ઓવરટેક કરી અજાણ્યા 3 શખ્સોએ તેને આંતર્યો હતો. રંજનકુમાર રાજપુતને બાઇક પરથી નીચે ઉતારી અજાણ્યા શખ્સોએ કોલર પકડી તારી પાસે જે પૈસા હોય તે આપી દે તેમ કહી ધમકી આપી હતી. હુમલાખોરોનો પ્રતિકાર કરતાં જ તમામે ભેગા થઇ છરી રંજનકુમારના ઢીચણમાં મારી પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ અને રૂ.500 લૂંટી નાસી ગયા હતા. આ બનાવને પગલે ભયભીત યુવાને ઘરે જઇને માતા-પિતાને ઘટનાની જાણ કર્યા બાદ હુમલો કરી લૂંટ આચરનારા 3 અજાણ્યા શખ્સો સામે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો