તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana News 3 Bloodstains 10 Stitches On The Face Of A Young Man Riding A Bike And 5 Stitches Between Two Fingers Of An Eight Year Old Teenager39s Hand 070557

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 લોહીલુહાણ |બાઇક પર જતા યુવકના ચહેરા પર દોરીનો ઘસરકો થતાં 10 ટાંકા અને આઠ વર્ષનાં કિશોરના હાથની બે આંગળી વચ્ચે 5 ટાંકા આવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા શહેર સહિત જિલ્લામાં ચાઇનિઝ દોરી અને ટુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં બજારમાં તેનું વેચાણ થઇ રહ્યું છે. નિર્દોષ લોકો માટે ઘાતક પુરવાર થતી આ ચાઇનિઝ દોરીએ શનિવારે મહેસાણામાં ત્રણ જણાને લોહી લુહાણ કરી નાખ્યા હતા. બાઇક લઇને મહેસાણા તરફ આવી રહેલા થુમથલ ગામના યુવાનના ચહેરા પર દોરીનો લસરકો વાગતાં હોઠની નીચેનો કપાઇ જતાં 10 ટાંકા આવ્યા હતા. તો આઠ વર્ષનાં કિશોરના હાથની બે આંગળી વચ્ચે દોરી વાગતાં 5 ટાંકા લેવા પડ્યા હતા. અન્ય યુવકના ચહેરાના ભાગે દોરી વાગતાં તેમને પણ લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલમાં લવાયા હતા. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં દોરીથી બાઇકચાલકનું ગળું કપાઇ જતાં તે બેહોશ થઇ ગયો હતો. તેને 10 ટાંકા આવ્યા હતા.

થુમથલ ગામના મહિપાલ શૈલેશગીરી ગોસ્વામી (23) ઘરેથી બાઇક લઇ મહેસાણા તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પતંગની દોરીથી તેમના ચહેરા પર ઘસરકો થતાં જ ઉભા રહી ગયા હતા. હોઠની નીચેના ભાગે ઇજા થયેલી હાલતમાં સારવાર માટે મહેસાણા સિવિલમાં આવેલા મહિપાલભાઇ ગોસ્વામીને 5 ટાંકા આવ્યા હતા. જ્યારે મહેસાણાના શૌર્ય અશોકભાઇ મુલચંદાણી (8)ને શનિવારે બપોરે બે આંગળીઓ વચ્ચે પતંગની દોરી વાગતાં તેને પણ 3 ટાંકા આવ્યા હતા. જ્યારે કરણ રાજેશભાઇ જયસ્વાલને પણ ચહેરાના ભાગે દોરીથી ઇજા થતાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

કાતિલ દોરીથી આંગળી અને હોઠ કપાયો
મહેસાણામાંથી ચાઇનિઝ દોરીના 170 રીલ જપ્ત
મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે શહેરના પાંચોટ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. જેમાં ડીમાર્ટની સામે આવેલા શિવગંગા કોમ્પલેક્ષ બહાર રોડ પર એક ઇકોગાડીના ચાલકની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે ગાડીમાં તપાસ કરતાં ચાઇનિઝ દોરીના 170 રીલ મળી આવ્યા હતા. પોલીસે રૂ.1.45 લાખની ગાડી, ચાઇનિઝ દોરી સાથે અવિનાશ મહેશભાઇ ઠાકોર (રહે. બોકરવાડા) અને વિરાજ શૈલેશભાઇ અંબાલાલ (રહે. બ્રાહ્મણવાડા)ની ધરપકડ કરી હતી. જે અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તો પાટણમાં પોલીસ અને વન વિભાગે વેરાઈ ચકલા નજીકથી ચાઇનિઝ દોરીની 31 ફિરકીઓ પકડી પાડી છે.

દોરીથી મોતના કિસ્સામાં ગુનો પુરવાર થાય તો 10 વર્ષની કેદ થઇ શકે છે : વકીલ
 ચાઇનિઝ દોરી પકડાય તો જાહેરનામા ભંગની કાર્યવાહી થઇ શકે, જેમાં અેક-બે વર્ષની સજા થઇ શકે છે. પણ તે દોરીથી કોઇનું ગળું કપાઇ જાય કે મોત થઇ જાય તો ખૂન નહી ંતેવો સાપરાધ મનુષ્યવધનો ગુનો અેટલે કે ઇપીકો કલમ 304 (1) હેઠળ 10 વર્ષ સુધીની સજા દોરીનો ઉપયોગ કરનાર અને વેચનારને તેમની સામે ગુનો પુરવાર થાય તો સજા થઇ શકે છે. અેમ.ડી.પંડ્યા, સરકારી વકીલ, પાટણ

ખેડબ્રહ્મામાં દોરીથી બાઇકચાલકનું ગળું કપાતાં બેહોશ થઇ ગયો,10 ટાંકા આવ્યા
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મામામાં પોતાના કામે નીકળેલા બાઈકચાલક કામ પતાવી પોતાના ઘર પરત ફરતો હતો. ત્યારે યુવકને ધારદાર દોરી ગળાના ભાગે આવી જતાં કાપો પડી ગયો હતો અને 10 ટાંકા આવી ગયા હતા. દોરી એટલી તિક્ષ્ણ હતી કે ગળાનો અમુક ભાગ કપાઇ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. બાઇકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોશ ગુમાવી ગયો હતો. લોકોની મદદથી યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ખેડબ્રહ્માના પ્રતાપસિંહ કૃષ્ણસિંહ રાઠોડ બાઇક લઇ હાઇવેથી પોતાના ઘર તરફ જતાં દરમ્યાન અચાનક ગળાના ભાગે પતંગની દોરી ટકરાતાં ગળાના ભાગે મોટો કાપો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો