તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાન પર હુમલા કેસમાં 3 આરોપીને 3 વર્ષની કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | 2 વર્ષ અગાઉ મહેસાણાના ફતેપુરા બાયપાસ પર આઇસ્ક્રિમ ખાવા ગયેલા યુવાનો પર છરા વડે હુમલો કરી ગાડીના કાચની તોડફોડ કરનારા 3 આરોપીઓને મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશિયલ જજે 3 વર્ષની કેદનો હુકમ કર્યો હતો. તેમજ દંડની રકમમાંથી ફરિયાદીને રૂ.40 હજાર વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

મહેસાણામાં ધોબીઘાટ વિસ્તારમાં રહેતો યુસફખાન અહેમદખાન પઠાણ ગત 7 ઓકટોબર, 2017માં તેના મિત્રો સાથે ફતેપુરા બાયપાસ પર બોમ્બે આઇસ્ક્રિમ ખાવા ગયો હતો. તે દરમિયાન કાર (જીજે 1 કેસી 3015)માં આવેલા 3 શખ્સોએ તેની સાથે બોલચાલી કરી યુસુફખાનને છરી વાગતાં ઇજા થતાં ત્રણ સામે ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ મહેસાણાના એડિ. ચીફ જ્યુ. જજ બી.એસ.ગઢવી સમક્ષ ચાલતાં સરકારી વકીલ આર.જે. મેઉવાની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કિરણજી વનરાજજી ઠાકોર (રહે. નાનીદાઉ)ને 3 વર્ષની કેદ અને 5 હજાર દંડ ફટકાર્યો હતો. મહાવિરસિંહ નાગુભા દરબાર (રહે. મગપરા, હાલ જયમાડી સોસા. મહેસાણા) અને ચેહરાજી દશરથજી વાઘેલા (નાનીદાઉ)ને 1 વર્ષની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...