તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં જાહેરમાં થૂંકતાં અને ગંદકી ફેલાવતાં 26ને દંડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ સંક્રમણ ફેલાવો અટકાવવા સાવચેતીનાં પગલાંરૂપે મહેસાણા નગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઇ છે. ગુરુવારે અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરી જાહેરમાં થૂંકનાર 10 તેમજ ગંદકી કરનાર 16 મળી કુલ 26 લોકો પાસેથી કુલ રૂ. 2800 દંડ વસૂલ કરાયો હતો.

નગરપાલિકાની સેનટરી અને વોર્ડ ઇન્સપેક્ટર સહિતની ટીમ દ્વારા રાજમહેલ રોડ, રેલવે સ્ટેશન રોડ, જનતા સુપર માર્કેટ રોડ, ટાઉનહોલથી ટી.જે. સ્કૂલ રોડ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. જેમાં 10 લોકો થૂંકતાં ઝપટે પડતાં તેમની પાસેથી દંડ વસુલાયો હતો. જ્યારે જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરનાર 16 લોકોને સ્વચ્છતાના ભંગ બદલ દંડ કરાયો હતો.

10 લોકો થૂંકતાં ઝપટે પડતાં તેમની પાસેથી દંડ વસુલાયો હતો. જ્યારે જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરનાર 16 લોકોને સ્વચ્છતાના ભંગ બદલ દંડ કરાયો હતો.
અન્ય સમાચારો પણ છે...