તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્યકર્મીઓની હડતાળને પગલે 17 હજાર ગર્ભવતી મહિલાઓની હાલત કફોડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આરોગ્ય કર્મીઓની હડતાળની સીધી અસર જિલ્લાની 17 હજાર ગર્ભવતી મહિલાઓ પર જોવા મળી છે. ડભોડા પીએચસીમાં સ્ટાફની ગેરહાજરીમાં પ્રસૂતાને દુ:ખાવો ઉપડતાં મહેસાણા સિવિલમાં લવાય તે પહેલાં મોત થયું હતું. જ્યારે બે મહિલાને ખર્ચાળ પ્રસૂતિ કરાવવા ફરજ પડી હોવાનુ બહાર આવ્યું છે.

પડતર માંગણીઓને લઇ આરોગ્ય કર્મીઓ 12 દિવસથી હડતાળ પર હોઇ આરોગ્ય સેવા કથળી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યા મુજબ, કેશરપુરા (ડભોડા)ની ચેતનાબેન ઠાકોરને ચાર દિવસ પૂર્વે પ્રસૂતિનો દુ:ખાવો ઉપડતાં ડભોડા આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા, પરંતુ સ્ટાફની ગેરહાજરીમાં પ્રસૂતિ માટે મહેસાણા સિવિલમાં લઇ જવાય તે પહેલાં માર્ગમાં તેનું મોત થયું હોવાનું તેના કાકા પ્રહલાદજીએ જણાવ્યું હતું.

જ્યારે ઉનાવા નજીક પ્રતાપગઢના નરેશભાઇ ચૌધરીએ કહ્યું કે, તેમની પત્ની વર્ષાબેનની ઉનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલતી હતી. પ્રસૂતિનો દુ:ખાવો ઉપડ્યો ત્યારે જરૂરી માર્ગદર્શન ના મળતાં મહેસાણા ખાનગી દવાખાનામાં રૂ.30 હજાર ખર્ચ કરીને પ્રસૂતિ કરાવવા ફરજ પડી હતી. જ્યારે કડીના ડાંગરવા ગામના મહેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું કે, તેમની ગર્ભવતી પત્નીને પ્રા. આરોગ્ય કેન્દ્રમાં 3 દિવસથી દાખલ કરાયા હતા, પરંતુ બાલસખા યોજનાના પેપર્સમાં સ્ટાફની સહી બાકી હોઇ ખાનગી દવાખાનામાં પ્રસૂતિ કરાવી પડી હતી.

પ્રતાપગઢ અને ડાંગરવા ગામની મહિલાઓને પૈસા ખર્ચીને પ્રસૂતિ કરાવવી પડી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો