તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 કોંગી સભ્યો ગેરહાજર,પાલિકાની બજેટ બેઠક જ મુલત્વી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસ શાસિત મહેસાણા નગર પાલિકામાં સોમવારે બજેટ સભામાં 15 કોંગી સભ્યો ગેરહાજર રહેતાં લઘુમતીની સ્થિતિમાં પ્રમુખે બેઠક જ મુલત્વી રાખવી પડી હતી. વિપક્ષ ભાજપે તમામ 15 સભ્યોએ સવારની સભામાં હાજર રહી સત્તાધિશ કોંગ્રેસને લઘુમતીમાં લાવી ખેલ પાડ્યો હતો. જેમાં વિપક્ષે બજેટ માટે મતદાન કરવાનું કહેતાં જ પ્રમુખે સભા મુલત્વી કહીને ચાલતી પકડી હતી. જ્યારે બે કલાક પછી મળેલી બીજી સભા પણ બધા જ સભ્યો હાજર ન હોઇ સર્વાનુમતે મુલત્વી કરી દેવાઇ હતી. વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલા પાલિકાના સત્તાધિશો બજેટમાં પણ એકજૂટ રહેવામાં ઉણા ઉતર્યા હતા. ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત સભ્યો અગાઉથી પ્લાન મુજબ જ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.

નગરપાલિકામાં 44 સભ્યો પૈકી કોંગ્રેસના 29 અને ભાજપના 15 સભ્યો છે. સોમવારે સવારે 11 વાગ્યે મળેલી બજેટ સભામાં ભાજપના તમામ 15 સભ્યો હાજર રહ્યા, તો કોંગ્રેસમાંથી પ્રમુખ સહિત માત્ર 15 સભ્યો હાજર હતા, 14 ગેરહાજર હતા. પ્રમુખે બજેટ મંજૂર કરીએ છીએ તેવું કહેતા વિપક્ષે હાથ ઉંચો કરી વોટિંગ વોટિંગ કરી હોબાળો મચાવતાં બજેટ નામંજૂર થવાની ભીતિમાં સભા મુલત્વી રાખી બે કલાક પછી ફરી સભાની ઘોષણા કરી પ્રમુખ ચાલી નીકળ્યા હતા. બપોરે 1.45 વાગે ફરી મળેલી સભામાં વિપક્ષ ગેરહાજર રહ્યો, જ્યારે કોંગીના 29માંથી 15 સભ્યો આવતાં કોરમ થયું. પણ રમેશ પટેલે બજેટમાં તેમના અને ભાજપના સભ્યો ગેરહાજર છે તે બરાબર નથી, બજેટના વિકાસ કામોની તંદુરસ્ત ચર્ચા થઇ શકે તે માટે ફરી બધાને બોલાવી સભા કરીશું કહી આ સભા મુલત્વીની દરખાસ્ત કરી, જેને નિમિષાબેન પટેલે ટેકો આપતાં સર્વાનુમતે મુલત્વી રખાઇ હતી.

(ગેરહાજર કોંગી સભ્યોની યાદી પાન નં.-2)

વિપક્ષે બજેટ માટે વોટિંગ-વોટિંગ કરી હોબાળો મચાવતાં પ્રમુખે ફરી સભાની જાહેરાત કરી ચાલતી પકડી
કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં બજેટ સભામાં કોંગ્રેસના 29 પૈકી 15 સભ્યો જ હાજર રહ્યા હતા.

બધાને બોલાવી ફરી સભા યોજીશું
15 સભ્યોના કોરમથી બજેટ મંજૂર થઇ શકે છે, પણ અમે ભાજપ જેવું કામ કરવા માગતા નથી, બધાને બોલાવી ફરી સભા યોજીશું. ગેરહાજરી 13 સભ્યોનો રજા રિપોર્ટ આવ્યા હતા. તેઓ સામાજિક કામે ગયાનું કારણ બતાવ્યું હતું. ઘનશ્યામ સોલંકી, પ્રમુખ નગરપાલિકા

પ્રદેશમાં જાણ કરાઇ છે
પ્રદેશ પ્રમુખે બંને ગૃપોને સમસ્યાનંુ નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. પરંતુ તેમને વિશ્વાસ નથી તેવંુ બજેટ સભામાં ગેરહાજરી જોતાં કહી શકાય. સમગ્ર મામલે પ્રદેશમાં જાણ કરાઇ છે. રાજેન્દ્રસિંહ દરબાર, પ્રમુખ જિલ્લા કોંગ્રેસ

કોંગ્રેસ શાસનને લાયક નથી
પાલિકાની શતાબ્દી ઉજવણી ટાંણે શહેરને બજેટમાં નવું આપવાનું કોંગ્રેસનું કોઇ વિઝન ડોક્યુમેન્ટ નથી. અણ આવડતભર્યા વહીવટથી શહેરીજનો ત્રસ્ત છે. આજે રૂ.210 કરોડના બજેટમાં કયા કેવા કામો કેટલા પૈસાના બ્રેકઅપ વગર સીધું બજેટ રજૂ કરતાં અમે મતદાન કર્યું તો પ્રમુખ ખુરશી છોડી ચાલી ગયા હતા. ગીરીશ રાજગોર, સભ્ય ભાજપ

બજેટમાં વિસંગતતાઓ છે
બજેટમાં કેટલીક શાખાના ચેરમેનની, ક્યાંક ચીફ ઓફિસરની સહી નથી. સિટીબસ ટેન્ડર રૂ.2.65 કરોડનું કર્યું, જ્યારે બજેટમાં તેની જોગવાઇ રૂ.1.75 કરોડની છે, એક તરફ ડોર ટુ ડોર કચરાનું ટેન્ડર અને બીજી તરફ સાધનો ખરીદવા રૂ.3.75 કરોડની જોગવાઇ આવી વિસંગતતા દૂર કરી નવેસરથી બજેટ લાવવા કહ્યું તો પ્રમુખ બહાર નીકળી ગયા હતા. કૌશિક વ્યાસ, સભ્ય ભાજપ

એકહથ્થુ નિર્ણયો, નાણાંના ખેલમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ
મહેસાણા નગરપાલિકામાં બધા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર એકહથ્થુ નિર્ણયો, કરોડોના કામોમાં કથિત ભ્રષ્ટાચાર, ભાગબટાઇ વગર કામોના ખેલ પાડવાના તરકટો, ગટર સફાઇનું ટેન્ડર નહીં કરતાં રિન્યુની પેરવી, એવીએશન કંપની પાસે રૂ.5.50 કરોડ વસુલાત બાકી અને નવી કંપનીને ફાળવાની તૈયારી, બજેટ પહેલાં સંકલનની મિટિંગ ન કરવી, પૂર્વ મહિલા પ્રમુખને મહત્વની કમિટીઓમાં લઇ કેટલાકની બાદબાકીના આંતરિક ડખા રહ્યા છે. એવામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ છતાં ભાજપ સદસ્યોને અંધારામાં રાખીને પ્રમુખરાહે ઘોષણાની ચમક પણ વિરોધરૂપે ડોકાઇ રહી છે.

કોંગ્રેસના સિનિયર સભ્યોમાં પૂર્વ ઉપપ્રમુખ જયદિપસિંહ ડાભી, અમિત પટેલ, ઉપપ્રમુખ પુરીબેન પટેલ, કારોબારી ચેરમેન નવિનચંદ્ર પટેલ વગેરે બજેટની મહત્વની બેઠકમાં ગેરહાજર પાછળ સામાજિક પ્રસંગનું કારણ કહી રહ્યા છે, પણ વાસ્તવમાં સંગઠન પાલિકાના સભ્યો વચ્ચે સંકલન સાંધવામાં નિષ્ફળ રહ્યું છે. સંગઠનના હોદ્દેદારો સામે પણ નારાજગી હોઇ પાલિકામાં શાસન ઉથલાવા ચાલતી કવાયતો પૈકી આજે બહુમત સભ્યોની ગેર હાજરીવાળી બેઠક પણ હોવાનું લાગે છે.

જિ.પ્રમુખ પાસે રિપોર્ટ મગાયો
બજેટ બેઠકમાં ગેરહાજરી મામલે પ્રદેશ કોંગ્રેસે જિલ્લા પ્રમુખ પાસે રિપોર્ટ માંગ્યો છે. બંને ગૃપોને સપ્તાહ પૂર્વે મળેલા પ્રદેશ નેતાઅોએ સોનિયાજીની રેલી બાદ ઉકેલ લાવવા આશ્વાસન આપ્યંુ હોવા છતાં બજેટ બેઠકમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો