તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમલગ્ન કરનાર યુવકના પિતાના આપઘાત કેસમાં 10ની અટકાયત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહુચરાજી તાલુકાના અંબાલા ગામે યુવતીના મોસાળિયાની ધમકીથી પ્રેમલગ્ન કરનારા યુવકના પિતાએ ઝેરી દવા પી આપઘાતના કેસમાં બહુચરાજી પોલીસે 10 આરોપીઓની અટકાયત કરી હતી. જોકે, તમામના ગુજરાત હાઇકોર્ટે આગોતરા જામીન આપેલા હોઇ પોલીસે તમામને જામીન પર મુક્ત કર્યા હતા.

અંબાલા ગામના નાથાજી જુહાજી ઠાકોરની ભાણી જતી રહેલી હોઇ તેમણે ગામના વિનુભાઇ પટેલને કહ્યું કે, અમારી ભાણી તમારા દિકરા પ્રતિક સાથે ગઇ છે. માટે લાવી આપો, અને નહીં લાવી આપો તો તમને જીવતા રહેવા દઇશું નહીં તેવી ધમકી આપી હતી. આ મુદ્દે અવાર નવાર મળતાં માનસિક ત્રાસથી કંટાળી વિનુભાઇએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. મૃતકના ભાઇ બળદેવભાઇ પટેલે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં 10 જણા સામે આપઘાત માટે દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં પોલીસે નાથાજી જુહાજી જગાણી (ઠાકોર), નાથાજી જુહાજી ઉર્ફે ભુવાજી ઠાકોર, જનાજી રૂપાજી ઠાકોર, અણદાજી ઉર્ફે અરજણજી અજમલજી ઠાકોર, જીવણજી માવજીજી ઠાકોર, દિલીપજી ધરમસિંહ ઠાકોર, હરખાજી રૂપાજી ઠાકોર, અંબારામજી નારણજી ઠાકોર, જયરામજી ઉર્ફે જેરામજી લખાજી ઠાકોર, વિરમજી વિસાજી ઠાકોરની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો