તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોઠવા રહેણાંક મકાનમાંથી 384 બોટલ દારૂ સાથે 1 ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકા પોલીસે ગોઠવા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 384 બોટલ સાથે અેક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં વિસનગરની મહિલા બુટલેગરે દારૂ અાપ્યો હોવાનું બહાર અાવતાં પોલીસે રૂ.57 હજારનો મુદ્દામાલ કબજે લઇ બે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ગોઠવામાં ગુંદીવાળા ઠાકોરવાસમાં રહેતો ઠાકોર સુરેશજી મણાજી વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી આધારે તાલુકાના ઇન્ચાર્જ પીઅાઇ વી.પી.પટેલ સહિત સ્ટાફે શુક્રવારે રહેણાંક મકાનમાં રેડ કરી વિદેશી દારૂની 10 પેટીમાં 384 બોટલ વિદેશી દારૂ સાથે ઠાકોર સુરેશજી મણાજી ઝડપાયો હતો. પોલીસ પૂછપરછમાં અા માલ વિસનગરના સવાલા દરવાજા જમાઇપરાના નાકે રહેતી કૈલાસબેન વિક્રમજી ઠાકોર નામની મહિલાઅે અાપ્યો હોવાનું બહાર અાવ્યું હતું. પોલીસે રૂ.57 હજારનો દારૂ કબજે લઇ બે વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...